મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના સીટી વિસ્તારમાંથી સગીરાનું અપહરણ, રાજકોટના શખ્સ સામે નોંધાયો ગુનો


SHARE









મોરબીના સીટી વિસ્તારમાંથી સગીરાનું અપહરણ, રાજકોટના શખ્સ સામે નોંધાયો ગુનો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તેમના પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં રહેતા એક ફકીર પરિવારની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે રાજકોટ ખાતે રહેતો શખ્સ અપહરણ કરી ગયેલ હોય હાલ ભોગ બનેલ સગીરાના પિતાની ફરિયાદ નોંધીને આરોપીને ઝડપી પાડવા પોલીસ દ્રારા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે.

મળતી માહિતી મુજબ મોરબીના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ફકીર પરિવારની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપરણ કરી જવામાં આવેલ હોય હાલ ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા કબીરગની ઉર્ફે ગણેશ સલાટ રહે.રાજકોટ શિવાજીનગર ચુનારા ચોક વાળા સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે અને ફરિયાદમાં તેઓના જણાવ્યા પ્રમાણે ગત તા.૨૬-૮ ના રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં તેઓની સગીરવયની દીકરીનું બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જવામાં આવેલ છે. હાલ ભોગ બનેલ સગીરાના પિતાની ફરિયાદ નોંધીને સગીરાને શોધી કાઢવા અને આરોપીને ઝડપી પાડવા માટે એ ડિવિઝન પીઆઇ એમ.પી.પંડ્યા દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

મહિલા સારવારમાં

મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ આનંદનગર વિસ્તારમાં રહેતા અંજુબેન ભગવાનભાઈ પટેલ નામની ૩૬ વર્ષની મહિલા બાઇકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે વાંકાનેર જતા સમયે લુણસર નજીક આવેલ પલાસ ચોકડી પાસે તેઓનું બાઇક સ્લીપ થઈ જતા અકસ્માતે તેઓ નીચે પડી જવાથી ઇજાગ્રસ્ત થયેલા અંજુબેનને સારવાર માટે અહિંની આયુષ હોસ્પિટલે ખસેડાયા હતા.જ્યારે જામનગરના જોડિયા તાલુકાના ટીંબડી ગામે રહેતો શિવમ અશ્વિનભાઈ વાંક નામનો ચાર વર્ષનો બાળક ઘરેથી હોસ્પિટલ જતો હતો ત્યારે રસ્તો ક્રોસ કરતાં સમયે અજાણ્યા બાઈક ચાલકે તેને હડફેટે લેતા શિવમ વાંક નામના બાળકને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.

મારામારીમાં ઈજા

મોરબીના શનાળા પાસે આવેલ રાજપર ગામે રહેતા દેવજીભાઈ ખીમજીભાઈ સનારીયા નામના ૨૮ વર્ષીય યુવાનને તેના બનેવીએ દારૂના નશાની હાલતમાં માર માર્યો હોય દેવજીભાઈને સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યારે ઢુવા તા.વાંકાનેરના રેલ્વે ફાટક પાસે રહેતા અમિત ધીરજભાઈ સોલંકી નામના ૨૧ વર્ષના યુવાનને રફાળેશ્વર મહાદેવ મંદિર પાસે તા.૨-૯ ના સાંજના પાંચેક વાગ્યે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા તેને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો




Latest News