મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના માળીયા,  હળવદ તથા ટંકારામાં ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરાશે


SHARE









મોરબી જિલ્લાના માળીયા,  હળવદ તથા ટંકારામાં ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરાશે

કિડનીના દર્દીઓને અદ્યતન સુવિધા સાથે નિશુલ્ક સારવાર મળી રહે તે હેતુથી ટૂંક સમયમાં મોરબી જિલ્લાના માળિયા હળવદ તથા ટંકારા એમ ત્રણ તાલુકા મથકોએ ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામાં આવનાર છે. મોરબી તથા વાંકાનેર ખાતે અગાઉથી ડાયાલિસિસ સેન્ટર કાર્યરત છે ત્યારે હવે જિલ્લાના તમામ તાલુકાઓમાં કિડનીના દર્દીઓ માટે ડાયાલિસિસની સારવાર મેળવવી સહજ બનશે.

જિલ્લાના તમામ તાલુકાઓમાં કિડનીના દર્દીઓ માટે ડાયાલિસિસની સુવિધા પ્રાપ્ત થવાથી તેમને ઘર આંગણે ખૂબ સારી સુવિધા ઉપલબ્ધ થશે ઉપરાંત ખાનગી દવાખાનામાં સારવાર અર્થે તેમના પર પડતા નાણાકીય ભારમાંથી પણ કિડનીના દર્દીઓને હવે વધુ રાહત મળશે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યમાં દર ૩૦ થી ૪૦ કિલોમીટરના અંતરે ડાયાલિસિસની અધ્યતન સુવિધા પ્રાપ્ત થાય તે હેતુથી ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ દરેક જિલ્લામાં ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામાં આવી રહ્યા છે જ્યાં કિડનીના દર્દીઓને તમામ સુવિધા વિનામૂલ્ય મળી રહે છે.

ડાયાલિસિસ સેન્ટર બન્યું આશીર્વાદરૂપ

કિડનીના દર્દીઓને અદ્યતન સુવિધાઓ સાથે વિનામૂલ્યે ડાયાલિસિસની સારવાર મળી રહે તે હેતુથી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે વર્ષ ૨૦૧૫ થી ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. જ્યાં દર્દીઓની શ્રેષ્ઠ સારવારની સુવિધા સાથે પૂરતી સાર-સંભાળ રાખવામાં આવે છે. મોરબીના ડાયાલિસિસ સેન્ટરના નોડલ ડો.શ્રી સરડવાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, કિડનીના દર્દીઓની સારવાર માટે અહીં ૨૦૧૫ થી ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. અત્યારે ૯ અદ્યતન મશીન સાથે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. ડાયાલિસિસ સેન્ટર ખાતે દરરોજના સરેરાશ ૨૨ દર્દીઓ તથા માસિક સરેરાશ ૫૨૫ દર્દીઓનું ડાયાલિસિસ કરવામાં આવે છે. આ ડાયાલિસિસ સેન્ટર ખાતે હાલ ૧૯ HCV પોઝિટિવ તથા ૪૧  HCV નેગેટીવ મળી કુલ ૬૦ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.કીડનીના દર્દીઓની સુવિધા માટે શરૂ કરેલ આ ડાયાલિસિસ સેન્ટર દર્દીઓ માટે ખરેખર આશીર્વાદરૂપ છે જ્યાં ખાનગી દવાખાના જેવી સુવિધા વિનામૂલ્ય આપવામાં આવી રહી છે. છેલ્લા ૬ મહિનામાં ડાયાલિસિસ સેન્ટર ખાતે ૩ હજારથી વધુ દર્દીઓનું ડાયાલિસિસ કરવામાં આવ્યું છે.




Latest News