મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઊંચા વ્યાજે રૂપિયા આપીને યુવાને મારવા માટે મજબૂર કરવાના ગુનામાં વધુ બે વ્યાજખોર ઝડપાયા


SHARE







મોરબીમાં ઊંચા વ્યાજે રૂપિયા આપીને યુવાને મારવા માટે મજબૂર કરવાના ગુનામાં વધુ બે વ્યાજખોર ઝડપાયા

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે રહેતા યુવાને વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી તેને સારવાર માટે ખસેડાયો હતો અને ત્યાર બાદ તેણે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૧૦ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના ગુનામાં પોલીસે છેલ્લા બે આરોપીને પણ ઝડપી લીધેલ છે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે સનરાઈઝ એપાર્ટમેન્ટના બ્લોક નં.૧૦૧ માં રહેતા અતુલભાઇ ડાયાભાઈ પટેલ (૩૩) એ થોડા દિવસો પહેલા વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ તેને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૧૦ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી છે કે, તેને આરોપીઓ પાસેથી ૫.૩૬ લાખ રૂપિયા વ્યાજે લીધેલા હતા અને તેને આરોપીઓને મૂડી તેમજ વ્યાજ ચૂકવી આપ્યું હોવા છતાં પણ આરોપીઓ દ્વારા અવારનવાર ગાળો બોલીને મુદલ અને વ્યાજની રકમની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી તેને ગુડ નાઈટનું લિક્વિડ પી લીધું હતું અને સારવાર લીધા બાદ યુવાને જે તે સમયે જીગાભાઈ ઉર્ફે જીગો, રમેશભાઈ બોરીચા, વરૂણભાઇ બોરીચા, રાહુલભાઈ, રવિભાઈ ડાંગર, ડીબીભાઈ રબારી, રાજેશભાઈ બોરીચા, ભોલુભાઈ, સિધ્ધરાજસિંહ ગોહિલ અને કાનો નામના શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અગાઉ આઠ આરોપીને પકડ્યા હતા અને હાલમાં મોરબી સીટી એ ડિવિઝનના પીએસઆઇ એમ.પી. સોનારા અને રાઈટર ભાવેશભાઈ ગઢવી દ્વારા પારસ ઉર્ફે ભોલો મુકેશભાઇ બોરિચા (૨૩) રહે, શક્તિ ટાઉનશીપ દેવરત એપાર્ટમેન્ટ રવાપર અને કરણ ઉર્ફે કાનો મનાભાઇ મઠિયાં જાતે બોરિચા (૩૩) રહે, ગજડી વાળાની ધરપકડ કરવામાં આવી છે 






Latest News