ટંકારાના લજાઇ પાસે ઝગડામાં છોડાવા વચ્ચે પડેલ યુવાનને ધોકો લાગતા સારવારમાં દમ તોડ્યો, મામલો હત્યામાં પલ્ટાયો મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું બોમ્બે ખાતે નિધન: કાલે સવારે 10 વાગ્યે ન્યૂ પેલેસથી નીકળશે અંતિમયાત્રા મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે માલિકીના ખુલ્લા પ્લોટમાં રેતી કપચી રાખતા બોલાચાલી બાદ સામસામી ફરિયાદ


SHARE







મોરબીના રવાપર ગામે માલિકીના ખુલ્લા પ્લોટમાં રેતી કપચી રાખતા બોલાચાલી બાદ સામસામી ફરિયાદ

મોરબીના રવાપર ગામે ખુલ્લા પ્લોટમાં બિલ્ડર દ્વારા રેતી કપચી રાખવામાં આવી હતી તે બાબતે બોલાચાલી અને ગાળા ગાળી થઈ હતી બાદમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધાતા પોલીસે ગુના નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં રહેતા વિશાલભાઈ પ્રદીપભાઈ સેજપાલ (ઉંમર ૩૯) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દિનેશભાઈ લખમણભાઇ કાલરીયા, વિજયભાઈ દામજીભાઈ ભાડજા, દિનેશભાઈ નરશીભાઈ કાસુન્દ્રા, વિનોદભાઈ અંબારામભાઈ કાસુન્દ્રા અને ગોપાલભાઈ વસ્તાભાઇ કસૂન્દ્રા સામે ફરિયાદ નોંધાવે છે કે મોરબીના રવાપર ગામે તેઓની માલિકીનો ખુલ્લો પ્લોટ આવેલ છે જેમાં આરોપીઓએ રેતી કપચીના ઢગલા કરેલા હતા અને ફરિયાદીએ તેઓને ફોન કરીને સ્થળ ઉપર બોલાવીને રેતી કપચી નહીં નાખવા માટે કહ્યું હતું અને જેથી કરીને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેઓએ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી વિશાલભાઈએ ફરિયાદ નોંધાવી છે તો સામાપક્ષેથી દિનેશભાઈ લખમણભાઇ કાલરીયા (ઉમર ૪૫) રહે. પુનિતનગર વાળાએ વિશાલભાઈ પ્રદીપભાઈ સેજપાલની સામે ફરિયાદ નોંધાવી છે છે કે તેઓનું બાંધકામ ચાલુ હોય તેની બાજુમાં આરોપી વિશાલભાઈનો ખુલ્લો પ્લોટ આવેલ છે જેમાં તેઓએ રેતી કપચી નાખી હતી અને તે રેતી કપચી ઉપાડી લેશું તેવું પણ તેઓએ કહ્યું હતું તેમ છતાં આરોપીએ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આમ આ બનાવવામાં પોલીસે બંને પક્ષેથી સામસામે ફરિયાદ નોંધાતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News