મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ગુજરાતનાં રામાનંદી સાધુ સમાજ દ્વારા સીએમ સામે મૂકવામાં આવી છ માંગણી


SHARE









ગુજરાતનાં રામાનંદી સાધુ સમાજ દ્વારા સીએમ સામે મૂકવામાં આવી છ માંગણી

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જોડે ગુજરાતભરમાં વસતા રામાનંદી સાધુ સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રામાનંદી સાધુ સમાજ દ્વારા વિવિધ માંગણીઓને લઈને એક આવેદન પણ આપવામાં આવ્યું હતું જેમાં સાધુ સમાજની મુખ્ય માંગણીઓ સમસ્ત ગુજરાતમાં વસતા રામાનંદી સાધુ સમાજને ખેડૂત હક મળે, રામાનંદી સાધુ સમાજનો વિચરતી વિમુક્ત જાતિમાં સમાવેશ થાય, મંદિરોના લાઈટબિલ તથા ટેક્ષબિલમાં રાહત મળે, મહાનગરોમાં રામાનંદી સાધુ સમાજની દિકરીઓ માટે કન્યા કેળવણીના કામ માટે ૨૫૦૦ ચો.મી.ના પ્લોટની ફાળવણી કરવામાં આવે તેમજ રામાનંદી સાધુ સમાજને ગુજરાતમાં રાજકીય પ્રતિનિધિત્વ મળે તેવી માંગ કરવામાં આવી છે અને રામાનંદી સાધુ સમાજના અગ્રણીઓ મધ્યસ્થ સંઘ અમદાવાદ તેમજ રામાનંદી નવ નિર્માણ સેના અને  સાધુ સંતોની હાજરીમાં આવેદન આપવામાં આવ્યું હતું તેમજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ સાધુ સમાજનો આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો અને રામાનંદી સાધુ સમાજ પ્રગતિના પંથે અવિરત આગેકૂચ કરે તેવી શુભકામના આપવામાં આવી હતી




Latest News