મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું બરોબારના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી ! મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે ગોધવિયા ગૌતમભાઇનું કરવામાં આવ્યું સન્માન


SHARE







મોરબી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે ગોધવિયા ગૌતમભાઇનું કરવામાં આવ્યું સન્માન

જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન મેળવનાર ગોધવિયા ગૌતમભાઇ રામજીભાઈ તા. ૫/૯/૨૦૧૧ ના શિક્ષક દિનના દિવસે તેમના ગામની બાજુમાં આવેલ બિલિયા પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે નિમણૂંક પામ્યા હતા. અને તેઓ શિક્ષણમાં ટેકનોલોજીના ઉપયોગથી શિક્ષણને વધુ આનંદદાયી અને રસમય બનાવે છે. ભાષા શિક્ષણની સાથે બાળકો સામાન્ય જ્ઞાન પ્રત્યે જાગૃત બને અને ભવિષ્યમાં તેઓ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર થાય તે માટે દિલથી પ્રયત્ન કરે છે. સી.આર.સી. તેમજ બી.આર.સી કક્ષાની તાલીમમાં માસ્ટર ટ્રેનર તરીકે કામગીરી બજાવે છે. બાળકોને વિવિધ પરીક્ષાઓની તૈયારીમાં માર્ગદર્શન આપે છે. તેમજ ભાષા કોર્નર, એસ.એસ.કોર્નર, રામ હાટ, બાળમેળો, પ્રવાસ વગેરે જેવી અનેક સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ છે.

વર્ષ ૨૦૨૨ માં મોરબી તાલુકા શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું સન્માન મળેલ છે. સી.આર.સી.માં સૌપ્રથમ પ્રતિભાશાળી શિક્ષક તરીકેનું સન્માન મેળવેલ છે. નિષ્ઠા તાલીમમાં કે.આર.પી. તરીકે પ્રશંસનીય કામગીરી બજાવી છે. ઇનોવેશન ફેસ્ટિવલમાં જિલ્લાકક્ષા સુધી તેમનું ઇનોવેશન સ્થાન પામેલ છે. સૌપ્રથમ ટોય ફેરમાં તેમની કૃતિ તાલુકાકક્ષા સુધી સ્થાન પામેલ છે. મોજીલો વિધાર્થી’ - શાળા દૈનિક પત્ર ચલાવે છે, જેના વડે બાળકો અને શિક્ષકોને અવનવું જ્ઞાન પીરસે છે. youtube ચેનલ અને શૈક્ષણિક એપનો શિક્ષણમાં ઉપયોગ કરે છે. કોરોના અંતર્ગત કરેલ  “ભાષા પુષ્પ” નામનું ચાર ભાષામાં ઉપયોગી શબ્દભંડોળ બનાવેલ છે જેનો લાભ રાજ્યના અનેક શિક્ષકો અને વિધાર્થીઓને મળ્યો હતો.

વેકેશન દરમ્યાન ભાષા પુષ્પ-૨.૦ દ્વારા દૈનિક ગૃહકાર્ય અને દૈનિક ક્વિઝ તૈયાર કરેલ છે.‘ચાલો ખીલીએ’ નામનું ધોરણ ૨ થી ૮ ના બાળકોને ઉપયોગી ગૃહકાર્ય તૈયાર કરેલ. જે બી.આર.સી. મોરબી દ્વારા બ્લોગ પર મુકેલ છે. લોકડાઉન દરમ્યાન ટેકનોસેવી શિક્ષક તરીકે કામગીરી કરેલ છે. જેમાં અન્ય શિક્ષકોને માઇક્રોસોફ્ટ ટીમ્સ, દિક્ષા, સરલ ડેટા વગેરેમાં માર્ગદર્શન આપ્યુ છે. શાળાના શિક્ષકોએ શાળાની દિવાલો પર ટી.એલ.એમ. નાં ચિત્રો દોરી, શાળાને સાચા અર્થમાં જ્ઞાન મંદિર બનાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, “શિક્ષણ કાર્ય દરમ્યાન અવનવી પ્રવૃત્તિઓ હાથ ધરી તેને આનંદદાયી અને અસરકારક બનાવવાં પ્રયત્ન કરૂં છું. તેમજ જુદી જુદી પ્રવૃત્તિઓ અને ટેકનોલોજીનાં ઉપયોગ થકી બાળકોનાં સર્વાંગી વિકાસ માટે હંમેશા ખંતથી કાર્યશીલ રહું છું






Latest News