મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી ! મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ-જીવાપર (ચ) ગામે રામદેવપીર મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા


SHARE







મોરબીના રામધન આશ્રમ-જીવાપર (ચ) ગામે રામદેવપીર મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે ઋષિપાંચમના દિવસે બહેનોને પ્રસાદ અને સ્નાન,દર્શન સહિતની સુવિધા કરવામાં આવી હતી જેનો ઘણી બહેનોએ લાભ લીધો હતો ત્યાર બાદ ભાદરવી અગિયારસના રોજ મહંત ભાવેશ્વરી માતાજીનાં સાનિધ્યમાં યજ્ઞ,પ્રસાદ,ભજન તેમજ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ રામદેવપીરને નેજો ચડાવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભક્તોએ લાભ લીધો તેવું મુકેશ ભગતની યાદીમાં જણાવેલ છે. તો મોરબીના જીવાપર (ચ) ગામે રામદેવપીર મંદિરનો બીજો પાટોત્સવ ઉજવાયો હતો જેમાં મોટી સંખ્યા ગામ ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા અને શ્રી રામદેવપીર મારાજનો વરધોડો ગાજતે વાજતે નીકળ્યો હતો અને આ તકે જીવાપર (ચ) સરપંચ રાયમલભાઈ, ગૌતમભાઈ, રસિકભાઈ, રાજેશભાઈ તથા અલખધણી ગ્રુપ જીવાપર (ચ)ના આગેવાનો સહિતના હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી






Latest News