મોરબી તાલુકાનાં પાંચ ગામમાં સફાઈ માટે ધારાસભ્યોની હાજરીમાં ટ્રેક્ટર-ટ્રોલી ફાળવવામાં આવી દિવાળી પર્વની સાર્થક ઉજવણી: વાંકાનેરમાં અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રૂપ દ્વારા કપડાંનું વિતરણ કરાયું મોરબી નજીક ટેન્કરમાંથી ગેસ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા દ્વારા મોરબીમાં ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન: હર્ષ સંઘવી કરશે ઉદ્ઘાટન વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં પાંચ દિવસ સુધી પ્રવેશબંધી હળવદ તાલુકાના સાપકડા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો વાંકાનેરની વરડુસર પ્રાથમિક શાળા ખાતે બાલા પ્રોજેકટનું બીઆરસીના હસ્તે લોકાર્પણ વાંકાનેર-ટંકારા પોલીસમે શ્રમિકોની માહિતી ન આપનારા હોટલ સંચાલક-કોન્ટ્રાકટર સામે કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્રભક્તિને અનોખી રીતે રજૂ કરતો વીરાંજલિનો ભવ્ય કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમાં રાષ્ટ્રભક્તિને અનોખી રીતે રજૂ કરતો વીરાંજલિનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગગુજરાત સરકાર દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીનો રક્તનિતરતો હૃદયસ્પર્શી ઇતિહાસ રજુ કરતો ગુજરાતનો સૌ પ્રથમ મેગા મ્યુઝિકલ ડ્રામા વીરાંજલિનો કાર્યક્ર્મ મોરબીના રવાપર ગામે રામેશ્વર પાર્ટી પ્લોટમાં યોજાયો હતો જેમાં મંત્રી, સાંસદો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને કાલકારોએ અદ્ભુત કળા રજૂ કરીને ઉપસ્થિત પ્રત્યેક શ્રોતાને હૃદયથી ભીંજવી દીધા હતા અને આજના યુવાનને દેશભક્તિની સાચી દિશા ચીંધી હતી

વર્તમાન સમયમાં આપણી દેશભક્તિ ક્યાંકને ક્યાંક સીઝનલ થઇ રહી છે અને વતન માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીરોનાં બલિદાનને ગુજરાતના ઘર ઘરમાં ગુંજતા કરવાના આશયથી વીરાંજલિ મલ્ટી મીડિયા શોનું આયોજન થયેલ છે અને સરકાર દ્વારા વધુમાં વધુ લોકો સુધી તેને પહોચડવા માટે જુદાજુદા શહેરોમાં અને જીલ્લામાં વિરંજલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેના ભાગરૂપે મોરબીના રવાપર ગામે યુવાનોને ગમે અને ગળે ઉતરે એવી શૈલીમાં અત્યાધુનિક સ્ટેજ અને સ્ક્રીન પ્લે સાથેનો વીરાંજલિ સમિતિ પ્રદીપસિંહ વાઘેલા પ્રેરિત વીરાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો

જેમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા, સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઇ ચાવડા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા અને રણછોડભાઈ દલવાડીમોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરાહળવદના ધારાસભ્ય પરસોતમભાઇ સાબરિયાએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક જયંતિભાઈ ભાડેશિયા, મોરબી પાલિકના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજામોરબી માળીયાના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયામોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઇ ચિખલિયામોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વસાદડીયા, મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, જયદીપભાઈ હુંબલ, તપનભાઈ દવે, રવિભાઈ સનાવડા, ગોપાલભાઈ કસૂન્દ્રા સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા

ત્યારે સાઈરામ દવે અને તેની ટીમના ૧૦૦ થી વધુ કલાકારો દ્વારા દેશ માટે ફાંસીના તખ્તા પર ચડનારા ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુના જીવન અને કવનને ખૂબ જ સચોટ અને રસાળ શૈલીમાં રજૂ કરવામાં આવેલ અને દેશભક્તિના ગીતો સાથે રજુ થનાર ગુજરાતનો સૌથી મોટા મલ્ટી મીડિયા શો વીરાંજલિ કાર્યક્રમમાં દેશભક્તિ અને અવનવા દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા અને ક્રાંતિકારી ભગતસિંહસુખદેવ તેમજ રાજગુરુના જીવનની ઝાંખી બતાવવામાં આવી હતી આ કાર્યક્રમ માટે કિર્તીદાન ગઢવીદિવ્યા કુમારઓસમાણ મીરગીતા રબારી તથા ભૌમિક શાહે સ્વર આપ્યો છે તેમજ રાહુલ મુંજારીયાએ એકદમ ફ્યુઝન સાઉન્ડ ટ્રેક પર સંગીતબદ્ધ કર્યા છે અને વીરાંજલિ ડ્રામાને દિગ્દર્શક વિરલ રાચ્છે ડિરેક્ટ કર્યું છે તથા અંકુર પઠાણે કોરિયોગ્રાફી કરેલ છે સમગ્ર ઇવેન્ટ ધ વિઝ્યુલાઇઝરના સી.ઇ.ઓ. જીતેન્દ્ર બાંધણીયા દ્વારા કોઓર્ડીનેટ કરવામાં આવી છે અને સાંઈરામ દવેએ સ્ક્રીપ્ટ લખી છે આ અદ્ભુત કાર્યક્ર્મ જોઈને મોરબીના લોકો દેશભક્તિમાં તરબોળ થઈ ગયા હતા અને કલાકારોની કલાને બિરદાવી હતી




Latest News