વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં શનાળા રોડે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશોત્સવમાં લોકોની સુખાકારી માટે પ્રાર્થન કરતાં કોંગ્રેસના આગેવાનો


SHARE









મોરબીમાં શનાળા રોડે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશોત્સવમાં લોકોની સુખાકારી માટે પ્રાર્થન કરતાં કોંગ્રેસના આગેવાનો

મોરબીના શનાળા રોડે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં “હાઉસિંગ બોર્ડ કા રાજા” ગણેશોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિતના આગેવાનો ત્યાં દાદાના દર્શન કરવા માટે ગયા હતા ત્યારે આરતીનો પણ લાભ લીધો હતો અને ગણપતિ દાદાના આશીર્વાદ મેળવ્યા હતા.

મોરબીના શનાળા રોડ ઉપર હાઉસિંગ બોર્ડ કા રાજા ગણપતિ મહોત્સવના આયોજક યોગીરાજસિંહ અને તેની ટીમે આમંત્રણ આપ્યું હતું જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ પટેલ, મોરબી જિલ્લા પંચાયતના માજી સભ્ય મુકેશભાઈ પટેલ, મોરબી તાલુક કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી. પડસુંબીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં મહામંત્રી મનોજભાઈ પનારા, રંગપર ગામના માજી સરપંચ મહેન્દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઈ વિડજા, નિલેશભાઈ ભાલોડીયા તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં માલધારી સેલના આગેવાન રમેશભાઈ રબારી સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ગણેશોત્સવમાં દર્શન, પૂજન અને આશીર્વાદ લેવા માટે ગયા હતા અને ત્યારે મોરબી જિલ્લાના લોકોની સુખાકારી માટે ગણપતિ દાદાને પ્રાર્થના કરી હતી




Latest News