મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી ! મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાના આપઘાતના બનાવમાં સાસુ જામીન મુક્ત


SHARE







મોરબીમાં પરિણીતાના આપઘાતના બનાવમાં સાસુ જામીન મુક્ત

મોરબીના ખત્રીવાડમાં પરણીતાએ આપઘાત કર્યો હતો જેથી કરીને મૃતકના પિતાએ નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે મહિલાના પતિ સહિત જે તે સમયે ચાર આરોપીની ધરપકડ કરેલ હતી અને આ ગુનામાં પકડાયેલા આરોપી પૈકીનાં જેઠ અને જેઠાણીનો અગાઉ જામીન ઉપર છુટકારો થયો હતો ત્યાર બાદ હાલમાં સાસુ પણ જામીન મુક્ત થયેલ છે

મોરબીના ખત્રીવાડમાં થોડા સમય પહેલા વર્ષાબેન પ્રકાશભાઈ ચૌહાણ (૨૨)એ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી મૃતક મહિલાના પિતા સુરેશભાઈ ભીમજીભાઇ ચાવડાએ તેમના જમાઈ પ્રકાશભાઇ ગીરીશભાઇ ચૌહાણ, યોગેશભાઇ ગીરીશભાઇ ચૌહાણ (જેઠ), કલાવતીબેન ગીરીશભાઇ ચૌહાણા (સાસુ) અને અવનીબેન યોગેશભાઇ ચૌહાણ (જેઠાણી) રહે.બધા ખત્રીવાડ શેરી નં.-૨ મોરબી સામે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી અને આરોપીઓ જેલ હવાલે કરવામાં આવ્યા હતા દરમ્યાન અગાઉ મૃતકના જેઠાણી અવનીબેન યોગેશભાઈ ચૌહાણ અને જેઠ યોગેશભાઇ ગીરીશભાઇ ચૌહાણ જામીન મુક્ત થયા હતા

આ ગુનાની ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેની દીકરીને અવાર-નવાર ઘરકામ બાબતે તેમજ લગ્ન થયાના ચારેક વર્ષ થવા છતા બાળક કેમ થતુ નથી..? તેવા મેંણાટોંણા મારીને દુ:ખત્રાસ આપતા હતા જેથી તેને આપઘાત કર્યો હતો આ ગુનામાં પકાયેલ મૃતકના સાસુ કલાવતીબેન ગિરીશભાઈ ચૌહાણની હાઇકોર્ટમા રેગ્યુલર જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં વકીલ મનીષભાઈ ઓઝા (ગોપાલભાઈ ઓઝા), નિમિત શુક્લ અને મહેનાઝબેન પરમાર દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાનમાં લઈને કોર્ટે ૧૦,૦૦૦ ના જામીન મંજૂર કર્યા છે






Latest News