મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષા બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે


SHARE









મોરબી જિલ્લા કક્ષા બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે

રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત  તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી,મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરવાનું હોય, મોરબી જિલ્લાના ૬ થી ૧૪ વર્ષના બાળકો આમાં ભાગ લઈ શકશે. એક કૃતિમાં ઓછામાં ઓછા ૧૨ અને વધુમાં ૧૬ સ્પર્ધકો ઉપરોક્ત કૃતિમાં ભાગ લઈ શકશે. આ સ્પર્ધાનું નિયત નમુનાનું ફોર્મ ભરીને તા. ૨૦ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રુમ નં.૨૩૬/૨૫૭,૨જો માળ ,તાલુકા સેવા સદન, લાલબાગ,મોરબી-૨ ૩૬૩૬૪૨ ખાતે જમાં કરવાના રહેશે.તા.૨૦ પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે




Latest News