મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી ! મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

ગાંધીધામના યુવાન ઉલટી થતાં સારવાર દરમ્યાન વાંકાનેર સિવિલમાં મોત


SHARE







ગાંધીધામના યુવાન ઉલટી થતાં સારવાર દરમ્યાન વાંકાનેર સિવિલમાં મોત

ગાંધીધામના યુવાન ઉલટી અને પેટમાં દુખાવો થતાં સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો અને સારવાર દરમિયાન તેને હાર્ટએટેક આવી જતા તેનું હોસ્પિટલ સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવવાની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ગાંધીધામના રહેવાસી યોગેશભાઈ કુમારભાઈ યાદવ ઉંમર વર્ષ ૪૦ ને ઉલટી અને પેટમાં દુખાવો થતો હોવાથી સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સારવાર ચાલુ હતી દરમિયાન તેને હાર્ટ અટેક આવી જતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું અને મૃતક યુવાનના વાલી વારસ નથી જેથી હાલમાં વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.

વૃદ્ધનું મોત

વાંકાનેર ના રણજીતનગરમાં ભારત ઓઇલ મીલ પાછળના ભાગમાં રહેતા પરસોતમભાઈ મેરૂભાઈ સરાવાડીયા (ઉંમર વર્ષ ૬૨) વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા દરમિયાન તેઓને હાર્ટ અટેક આવી જતા તેઓનું મૃત્યુ નિપજ્યું હતું જેથી કરીને બનાવની વાંકાનેર સિટી પોલીસે જાહેર કરવામાં આવી હતી.

વરલી જુગાર

વાંકાનેરમાં સ્ટેચ્યુ ચોક પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરતા સ્થળ ઉપરથી સોયેબ ઉર્ફે સોયબો આદમભાઇ રવાણી જાતે મતવા (૩૨) રહે. દીવાનપરા ઇદ મસ્જીદવાળી શેરી વાંકાનેર અને રમેશભાઇ તેજાભાઇ ગોરીયા જાતે કોળી (૫૪) રહે. આરોગ્યનગર મફતીયાપરા વાંકાનેર વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હતા જ અત્યારે ને પોલીસે તેઓની પાસેથી રોકડા ૨૭૮૦ તેમજ ૭૦૦૦ ના બે મોબાઇલ આમ કુલ મળીને ૯૭૮૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News