મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના વાડી વિસ્તારમાં હોટેલના માલિક અને વેઇટરને ૨૦ શખ્સોએ માર માર્યો


SHARE









મોરબીના વાડી વિસ્તારમાં હોટેલના માલિક અને વેઇટરને ૨૦ શખ્સોએ માર માર્યો

મોરબીના શનાળા રોડ પાસે આવેલ હોટલમાં કામ કરતા નેપાળી વેઈટર રવાપર રોડ ઉપર પોતાના સબંધીના ઘરે જન્મદિવસની ઉજવણીમાં જતા હતા ત્યારે ગંદારાની વાડી પાસે તેને ચોર સમજીને ૨૦ થી વધુ લોકોએ અમર માર્યો હતો અને હોટલના માલિકને વેઈટર પાસે ફોન કરાવીને બોલાવ્યો હતો બાદમાં તેને પણ માર માર્યો હતો જેથી કરીને હોટલના માલિકે હાલમાં ૨૦ શખ્સોની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના શનાળા ગામે રહેતા અને ત્યાં માધવ હોટલ ધરાવતા નરેશભાઇ માધવજીભાઇ કાંજીયા હાલમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને નવીનભાઇ નકુમ રહે. ગંદરાની વાડી, પ્રવીણભાઇ નકુમ રહે. ખેરની વાડી, મહેશભાઇ કંઝારીયા રહે. ખેરની વાડી, સુરેશ પરમાર રહે. ગધેઇની વાડી અને રઘુભાઇ દાનાભાઇ નકુમ રહે.ગંદરાની વાડી તેમજ પંદરેક અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગુરુવારે રાતે તેમની હોટલમાં વેઈટર તેમજ હેલ્પર તરીકે કામ કરતા  જીવન દલભાઇ સુથારી,  વિકાસ રામસીંગ પરીયાર, કમલ દંગલીભાઇ ૫રીયા૨,  કીરણ નીતીનભાઇ પરીયાર અને સુજાન પદમભાઇ મગર રાત્રીના અગ્યાર વાગ્યા સુધી હોટલે હતા અને બાદમાં રવાપર રોડ ઉપર રહેતા વીકાસ રામસીંગ પરીયારના મોટોભાઇ ગેની રામસીંગ પરીયારના દીકરાનો જન્મ દિવસ હોય ત્યાં જતા હતા.

ત્યારે ગંદરાની વાડી પાસે તેઓને રોકીને આરોપીઓને તમે ચોરી કરવા આવ્યા છો તેવું કહીને માર માર્યો હતો અને વેઇટરે હોટલ માલિક નરેશભાઇ માધવજીભાઇ કાંજીયા સાથે ફોનમાં વાત કરાવતા નરેશભાઈ ત્યાં આવ્યા હતા અને તે પાંચેય તેના કર્મચારી હોવાનું જણાવ્યુ હતું તો પણ વેઇટરો તેમજ હોટલના માલિક નરેશભાઈને માર માર્યો હતો જેથી કરીને તમામને ૧૦૮ મારફતે સારવારમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાર બાદ નરેશભાઇએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News