મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી ! મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોંઘવારી મુદે કોંગ્રેસે આપેલા આંશિક બંધના એલાનને મોરબી જિલ્લામાં મિશ્ર પ્રતિસાદઃ લલીતભાઇ કગથરા સહિતના હાજર રહ્યા


SHARE







મોંઘવારી મુદે કોંગ્રેસે આપેલા આંશિક બંધના એલાનને મોરબી જિલ્લામાં મિશ્ર પ્રતિસાદઃ લલીતભાઇ કગથરા સહિતના હાજર રહ્યા

વર્તમાન સમયમાં મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે કોંગ્રેસ દ્વારા તા ૧૦ ના રોજ મોંઘવારીના મુદે અડધો દિવસ બંધનું એલાન કર્યું હતુ જેથી મોરબી શહેર અને જિલ્લાના લોકો અડધો દિવસ ગુજરાત બંધમાં જોડાયા હતા અને લોકો સ્વયંભૂ રીતે બંધમાં જોડાયા હતા માટે મોરબી જિલ્લામાં કોંગ્રેસના બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો અને મોરબીની બજારો બંધ હતી ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ટંકારા પડધરીના ધારાસભ્ય લલીતા એક અગત્યના કોંગ્રેસના આગેવાનો મોરબીની મુખ્ય બજારોમાં હાજર રહ્યા હતા.

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જંયતીલાલ પટેલે જણાવ્યુ છે કે, સરકારની પ્રજા વિરોધી નીતિઓને કારણે ભારત અને ગુજરાતમાં ગરીબો, મજુરો, વેપારીઓ, નાના દુકાનદારો, નાના ઉધ્યોગકારો, કિશાનો, મધ્યમવર્ગનાં લોકો હેરાન છે. અને પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવ હાલમાં આસમાને પહોચ્યા છે ત્યારે મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા અડધો દિવસ બંધનું એલાન આપવામાં આવ્યું હતુ અને મોંઘવારી ચરમ સીમાએ છે. ત્યારે લોકોને રાહત આપવાની જગ્યાએ અનાજ, ઘઉંનો લોટ, દૂધ, દહીં, માખણ, પનીર, ગોળ, મધ જેવી જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ઉપર જી.એસ.ટી લગાવીને લોકોને વધુ હેરાન કરવામાં આવી રહ્યા છે જેથી કરીને પ્રજા વિરોધી નીતિ સામે આક્રોશ વ્યક્ત કરવા કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધ (આંશિક બંધ)નું એલાન કરવામાં આવ્યું હતું તેમાં સ્વયંભૂ રીતે વેપારીઓ જોડાયા હતા અને મોરબી શહેર અને જિલ્લાની મુખ્ય બજારોમાં મોટાભાગના વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી હતી જેથી કરીને કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું તેને મોરબી શહેર અને જિલ્લામાં જોવા મળ્યો હતો તેવું કહીએ તો તેમાં આદ્યશક્તિ નથી આજે જ્યારે મોરબીની બજારો બંધ હતી ત્યારે મહેશભાઈ રાજ્યગુરુ, મુકેશભાઈ ગામી, દેવજીભાઈ પરેચા, દેવેન્દ્રસિંહ જાડેજા, રાજુભાઈ ચૌહાણ, ચેતનભાઇ એરવાડીયા, કે.ડી. પડસુંબિયા, રાજુભાઈ કાવર, કે.ડી. બાવરવા, ચિંતન રાજ્યગુરુ, રમેશભાઈ રબારી સહિતના આગેવાનો અને કાર્યકરો જુદાજુદા વિસ્તારમાં હાજર રહ્યા હતા.






Latest News