મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી ! મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં 'સિદ્ધિવિનાયક કા રાજા'ની વિસર્જન યાત્રામાં જાણીતા યુટુબર 'ખજૂરભાઇ' ઉર્ફે નીતિન જાનીની હાજરી, હજારોની જનમેદની ઉમટી પડી


SHARE







મોરબીમાં 'સિદ્ધિવિનાયક કા રાજા'ની વિસર્જન યાત્રામાં જાણીતા યુટુબર 'ખજૂરભાઇ' ઉર્ફે નીતિન જાનીની હાજરી, હજારોની જનમેદની ઉમટી પડી

મોરબી શહેરમાં આજે સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવની વિસર્જન યાત્રા નીકળી હતી ત્યારે જાણીતા યુટ્યુબર ‘ખજૂર’ ઉર્ફે નીતિન જાની પણ ત્યારે હાજર રહ્યા હતા છેલ્લા ઘણા દિવસોથી મોરબીમાં ઘરે ઘરે અને પાંડલમાં ગણેશજીનું સ્થાપન કરીને લોકોએ આરાધના કરતા હતા અને  મોરબીમાં સૌથી મોટું અરવિંદભાઇ બારૈયા અને તેની ટીમ દ્વારા "સિદ્ધિ વિનાયક કા રાજા" ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં દાદાના દર્શન અને આરતીનો હજારો લોકોએ લાભ પણ લીધો હતો ત્યારે ભારે હૈયે દાદાને વિદાય આપવામાં આવી હતી અને વિસર્જન યાત્રામાં ‘ખજૂર’ ઉર્ફે નીતિન જાની મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બાપાસીતારામ ચોક ખાતે હાજર રહ્યા હતા અને માજી ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા સહિતના આગેવાનો પણ ત્યાં હાજર હતા અને તેની હાજરીમાં ગણપતિ દાદાની વિસર્જન યાત્રાની છેલ્લી મહાઆરતી યોજાઇ હતી.આ તકે ગણેશજીને વિદાય આપવા અને પોતાના પ્રિય "ખજૂર" ઉર્ફે નીતિનભાઈ જાનીને જોવા માટે હૈયેહૈયુ દળાય તેટલી જનમેદની ઉંમટી પડી હતી.






Latest News