મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી ! મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વાવલંબી ભારત અંતર્ગત નીલકંઠ કોમર્સ સ્કૂલ ખાતે બિઝનેસ ટોક યોજાયો


SHARE







મોરબીમાં સ્વાવલંબી ભારત અંતર્ગત નીલકંઠ કોમર્સ સ્કૂલ ખાતે બિઝનેસ ટોક યોજાયો

 મોરબીની નીલકંઠ કોમર્સ સ્કૂલ ખાતે બિઝનેસ ટોકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિદ્યાર્થીઓને કંઈક નવીન, કંઈક અનોખું આપવાના હેતુ સાથે બિઝનેસ ટોક-ગેસ્ટ લેક્ચરમાં રમેશભાઇ દવે (પશ્ચિમ ક્ષેત્ર સંયોજક- સ્વદેશી જાગરણ મંચ- RSS શાખા ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા) હાજર રહ્યા હતા અને સ્વાવલંબી ભારત અભિયાન ના પ્રવાસી કાર્યકર્તા- સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા ધો.11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓને મહત્વની સમજૂતી આપી હતી જેમા જોબ સિકર ને બદલે જોબ ગીવર બનવું, દેશમાંથી બેરોજગારી ને કંઈ રીતે દૂર કરી શકાય, લઘુ ઉધોગ ને પ્રોત્સાહન આપી રોજગારી ઊભી કરવી, વોકલ ફોર લોકલ ને ખરા આર્થ માં સફળ બનાવવું, વિદેશી ચીજવસ્તુને બદલે સ્વદેશી ચીજવસ્તુનો ઉપયોગ વધારવો, ભારતની આર્થિક પરિસ્થિતિને સુધારવાના ઉપાયો વિશે ચર્ચા કરવામાં આવી હતી અને નીલકંઠ કોમર્સ સ્કૂલના વિદ્યાર્થીઓને બિઝનેસના કૌશલ્યોનું માર્ગદર્શન આપવા બદલ તેમજ ન્યૂ સ્ટાર્ટ અપ દ્વારા વધુ રોજગારીનું સર્જન કરી સ્વાવલંબી ભારત બનાવવા બાબતે માર્ગદર્શન આપવા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જીત વડસોલા અને નવનિત કાસુન્દ્રા દ્વારા રમેશભાઇ દવેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો






Latest News