મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
Breaking news
Morbi Today

મોરબ: રાષ્ટ્રીય સંયુક્ત મોરચો સૌરાષ્ટ્ર સંભાગની કાલે રાજકોટમાં રેલી યોજાશે


SHARE









રાષ્ટ્રીય સંયુક્ત મોરચો સૌરાષ્ટ્ર સંભાગ દ્વારા રવિવારે રાજકોટમાં રેલી યોજાશે

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કે.જી.થી પી.જી.સુધી ફરજ બજાવતા શિક્ષકો તેમજ અન્ય ખાતાના હજારો કર્મચારીઓ રેલીમાં જોડાશે.

કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવાના તા. 3 ના સફળ આયોજન બાદ ગત.તા. 7ની સરકારે બનાવેલી પાંચ મંત્રીઓની કમિટી સાથે રાષ્ટ્રીય સંયુક્ત મોરચાની બેઠકનું કોઈ પરિણામ ન મળતા જૂની પેન્શન યોજના તથા કર્મચારીઓના અન્ય પડતર પ્રશ્નો અન્વયે આગામી તારીખ: 11 ને રવિવારે સૌરાષ્ટ્ર સંભાગની રાજકોટ ખાતે મહારેલીનું આયોજન કરેલ છે. કર્મચારી એકતાના બુલંદ અવાજને સરકાર સુધી પહોંચાડવા સૌરાષ્ટ્ર સંભાગના જિલ્લાઓ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને રાજકોટ તેમજ રાજકોટમાં નિવાસ કરતા અન્ય તાલુકા અને જિલ્લાના શિક્ષકો સહિતના કર્મચારિયો બહોળી સંખ્યામાં બહુમાળી ભવન સામે, ફન વર્લ્ડ ગેટથી શરૂ કરી સરદાર પટેલના સ્ટેચ્યુ પાસેથી કલેકટર કચેરી રાજકોટ સુધી આગામી તા.11 ના રોજ સવારે 10 :00 કલાકે રેલી પ્રસ્થાન થશે અને કલેકટરને આવેદન અર્પણ કરવામાં આવશે.*अभी नहीं तो फिर कभी नहीं!  અને એક હી માંગ એક હી નારા પુરાની પેન્શન દે સરકાર ના નારા સાથે દિવસે ને દિવસે કર્મચારીઓની માંગણી બુલંદ થતી જોવા મળી રહી છે.




Latest News