મોરબી તાલુકાનાં પાંચ ગામમાં સફાઈ માટે ધારાસભ્યોની હાજરીમાં ટ્રેક્ટર-ટ્રોલી ફાળવવામાં આવી દિવાળી પર્વની સાર્થક ઉજવણી: વાંકાનેરમાં અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રૂપ દ્વારા કપડાંનું વિતરણ કરાયું મોરબી નજીક ટેન્કરમાંથી ગેસ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા દ્વારા મોરબીમાં ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન: હર્ષ સંઘવી કરશે ઉદ્ઘાટન વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં પાંચ દિવસ સુધી પ્રવેશબંધી હળવદ તાલુકાના સાપકડા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો વાંકાનેરની વરડુસર પ્રાથમિક શાળા ખાતે બાલા પ્રોજેકટનું બીઆરસીના હસ્તે લોકાર્પણ વાંકાનેર-ટંકારા પોલીસમે શ્રમિકોની માહિતી ન આપનારા હોટલ સંચાલક-કોન્ટ્રાકટર સામે કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના વાડી વિસ્તારમાં હોટેલના માલિક-વેઇટરોને માર મારવાના ગુનામાં પાંચ આરોપીની ધરપકડ


SHARE











મોરબીના વાડી વિસ્તારમાં હોટેલના માલિક-વેઇટરોને માર મારવાના ગુનામાં પાંચ આરોપીની ધરપકડ

મોરબીના શનાળા રોડ પાસે આવેલ હોટલમાં કામ કરતા નેપાળી વેઈટર અને તે હોટલના મલીકને વાડી વિસ્તારમાં માર મરવામાં આવ્યો હતો જેથી કરીને ૨૦ થી વધુ લોકો સામે હોટલના માલિકે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં હાલમાં પાંચ આરોપીઓની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

મોરબીના શનાળા ગામે રહેતા અને ત્યાં માધવ હોટલ ધરાવતા નરેશભાઇ માધવજીભાઇ કાંજીયા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને નવીનભાઇ નકુમ રહે. ગંદરાની વાડી, પ્રવીણભાઇ નકુમ રહે. ખેરની વાડી, મહેશભાઇ કંઝારીયા રહે. ખેરની વાડી, સુરેશ પરમાર રહે. ગધેઇની વાડી અને રઘુભાઇ દાનાભાઇ નકુમ રહે.ગંદરાની વાડી તેમજ પંદરેક અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગુરુવારે રાતે તેમની હોટલમાં વેઈટર તેમજ હેલ્પર તરીકે કામ કરતા  જીવન દલભાઇ સુથારી,  વિકાસ રામસીંગ પરીયારકમલ દંગલીભાઇ ૫રીયા૨,  કીરણ નીતીનભાઇ પરીયાર અને સુજાન પદમભાઇ મગર રાત્રીના અગ્યાર વાગ્યા સુધી હોટલે હતા અને બાદમાં રવાપર રોડ ઉપર રહેતા વીકાસ રામસીંગ પરીયારના મોટોભાઇ ગેની રામસીંગ પરીયારના દીકરાનો જન્મ દિવસ હોય ત્યાં જતા હતા. ત્યારે ગંદરાની વાડી પાસે તેઓને રોકીને તમે ચોરી કરવા આવ્યા છો તેવું કહીને માર માર્યો હતો જેથી વેઇટરે ફરિયાદી હોટલ માલિકને ફોન કર્યો હતો જેથી તે ઘટના સ્થળે આવેલ તો તેને અને વેઇટરોને માર માર્યો હતો જેથી નરેશભાઇએ ફરિયાદ નોંધવાતા પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં હાલમાં પીએસઆઈ સોનારા અને તેની ટીમે આરોપી નવીનભાઇ રમેશભાઈ નકુમ (૨૩) રહે. ગંદરાની વાડી, પ્રવીણભાઇ ગોકલભાઈ નકુમ રહે. ખેરની વાડી, મહેશભાઇ ભૂરજીભાઇ કંઝારીયા (૪૬) રહે. ખેરની વાડી, સુરેશ શિવાભાઈ પરમાર (૪૨) રહે. ગધેઇની વાડી અને રઘુભાઇ દાનાભાઇ નકુમ (૬૩) રહે.ગંદરાની વાડી વાળાની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીને પકડવા માટે તજવીજ ચાલુ છે




Latest News