મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી ! મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં સંકલ્પ નવરાત્રિનું યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન: બેહનોને ફ્રી એન્ટ્રી


SHARE







મોરબીમાં સંકલ્પ નવરાત્રિનું યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન: બેહનોને ફ્રી એન્ટ્રી

મોરબીમાં યંગ ઇન્ડીયા ગ્રુપ દ્વારા  સંકલ્પ નવરાત્રીનું છેલ્લા ૧૪ વર્ષથી આયોજન કરવામાં આવે છે  ત્યારે આ વર્ષે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં બહેનોને ફ્રી એન્ટ્રી આપવામાં આવી છે

મોરબીના યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા આ વર્ષે લીલાપર કેનાલ રોડ પર કેશવ પાર્ટી પ્લોટમાં સંકલ્પ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અને નવરાત્રી મહોત્સવમાં તમામ સમાજના લોકો એક સાથે રાસ ગરબે રમી શકે તેવુ આયોજન કરવામાં આવેલ છે અને તેમાં મહિલાઓને ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. આગામી ૨૬ સપ્ટેમ્બરથી ૫ ઓકટોબર સુધી સંકલ્પ નવરાત્રી મહોત્સવનું  કેશવ પાર્ટી પ્લોટમાં આયોજન કર્યું છે ત્યાં આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને મુંબઈબરોડા અને સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકારો દ્વારા પ્રાચીન અને અર્વાચીન ગરબાની રમઝટ બોલાવશે. અહી વિશાળ સ્ટેજઆધુનિક સાઉન્ડ સિસ્ટમતેમજ ટ્રેડિશનલ ડ્રેસવાળાપરિવાર સાથે તેમજ  જનરલ એમ ત્રણ જેટલા ગ્રાઉન્ડ રાખવામાં આવ્યા છે અને વિજેતાઓને ઈનામ પણ આપવામાં આવશે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે સર્વ સમાજમાં એકતાની ભાવના મજબૂત કરવા આ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં મહિલાઓને ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. તેમજ બહેનો અર્વાચીન રાસોત્સવની સાથે પ્રાચીન ઢબે માતાજીની આરાધના કરવાની પરંપરા સાથે દેશ ભક્તિનો માહોલ ઉભો કરાશે.






Latest News