મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો
Breaking news
Morbi Today

હળવદના દિઘડીયામાં પરણીતાના ચરિત્ર ઉપર શંકા કરીને પતિ, સસરા, દિયર અને નણંદે માર માર્યો


SHARE







હળવદના દિઘડીયામાં પરણીતાના ચરિત્ર ઉપર શંકા કરીને પતિ, સસરા, દિયર અને નણંદે માર માર્યો

હળવદ તાલુકાના દિઘડીયા ગામે રહેતી પરણીતાના ચરિત્ર ઉપર પતિ, સસરા, દિયર તેમજ નણંદ દ્વારા શંકા કરીને સંતાન ન થતા હોય તે બાબતે બોલાચાલી કરવામાં આવતી હતી અને શારીરિક માનસિક ત્રાસ આપી ઢીકાપાટુ અને દોરડા વડે માર મારીને ગાળો આપતા હતા અને જાનથી મારી રાખવાની ધમકી આપતા હતા જેથી મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં પરિણીતાએ પતિ સહિત ચાર સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકાના દિઘડીયા ગામે રહેતા ગંગાબેન મેહુલભાઈ મુંધવા જાતે ભરવાડ (૨૧) એ તેના પતિ મેહુલભાઈ રણછોડભાઈ મુંધવા, સસરા રણછોડભાઈ રામાભાઇ મુંધવા, દિયર દિનેશભાઈ રણછોડભાઈ મુંધવા અને નણંદ રંજનબેન રણછોડભાઈ મુંધવા સામે મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવી છે કે તેના પતિ, સસરા, દિયર અને નણંદ દ્વારા તેના ચરિત્ર ઉપર શંકા કરીને ખોટા કામ કરાવવા માટે દબાણ કરવામાં આવતું હતું અને સંતાન નહીં હોવાથી તે બાબતે બોલાચાલી કરવામાં આવતી હતી અને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા તેમજ ઢીકાપાટુ અને દોરડા વડે માર મારતા હતા અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા જેથી ભોગ બનેલ મહિલા દ્વારા મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે પતિ સહિતના સાસરીયાઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આગથી દાજી જતા છ લોકો સારવારમાં

મોરબીના રવાપર નદી ગામ પાસે કારખાનામાં આગ લાગી હતી જેના લીધે છ લોકો દાઝી ગયા હતા માટે તેને સારવારમાં ખસેડાયા છે અને આગને કાબુમાં લેવા માટે ફાયરની ટીમ પાણીનો મારો ચલાવી રહી છે.મોરબી માળિયા રોડ ઉપર આવેલ રવાપર નદી ગામ પાસે હોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં કોઈ કારણોસર આગ લાગેલ હતી. જેમા 6 લોકો દાઝી ગયેલ છે માટે તેને ૧૦૮ મારફતે સારવારમાં ખસેડાયેલ છે અને આ ઘટનામાં પવનભાઈ, નાગીનભાઈ, દેવાભાઈ, હસનભાઈ, દેવરાજભાઈ અને સીબુસિંગભાઇ દાઝ્યા હોવાનું સામે આવેલ છે અને આગ પાછળ ગેસ લીકેજનું પ્રાથમિક રીતે સામે આવેલ છે. અને આગને કાબુમાં લેવા માટે મોરબી પાલિકાના ફાયર ફાઈટર દ્વારા હાલમાં પાણીનો માળો ચલાવવામાં આવી રહ્યો છે






Latest News