મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે માળીયા-સુરજબારી 8 લાઈન અને શિકારપુરથી મેવાસા 6 લાઈન રોડ 2100 કરોડની મંજુરી: સાંસદ વિનોદ ચાવડા મોરબીમાં રાષ્ટ્રીય સનાતન સેના અને હિન્દુ યુવા વાહિની દ્વારા ગેરકાયદે કતલખાનાનો કરાયો ખુલ્લો વિરોધ મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી ! મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

સંપ્રદાયો સનાતન ધર્મની સમૃદ્ધિ છે પણ સાંપ્રદાયિક સ્ંકિર્ણતા સનાતન ધર્મ માટે નુકશાનકારક: રમેશભાઈ ઓઝા


SHARE







સંપ્રદાયો સનાતન ધર્મની સમૃદ્ધિ છે પણ સાંપ્રદાયિક સ્ંકિર્ણતા સનાતન ધર્મ માટે નુકશાનકારક: રમેશભાઈ ઓઝા

મોરબીમાં ભાગવત આચાર્ય રમેશભાઈ ઓઝાની કથા ચાલુ છે ત્યારે તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ મહાદેવને લઈને જે ટિપ્પણી કરી હતી તેને ધ્યાનમાં રાખીને કોઈનું નામ લીધા વગર વ્યાસપીઠેથી આકરી જાકણી કરી હતી અને તેઓએ કહ્યું હતું કે, કોઈનું દિલ દુભાઈ તેવું ન કરીએ અને દરેક સંતો સનાતન ધર્મના અંગો છે અને સંપ્રદાયો સનાતન ધર્મની સમૃદ્ધિ છે પરંતુ સાંપ્રદાયિક સ્ંકિર્ણતા સનાતન ધર્મ માટે નુકશાનકારક સાબિત થશે તેવી સદભાવના પૂર્વક મે અપીલ કરલે છે

મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના પરિવાર દ્વારા મોરબી પંથકમાં કોરોના કાળ દરમિયાન અવસાન પામેલા લોકોના આત્માના મોક્ષર્થે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને ભાગવત આચાર્ય રમેશભાઈ ઓઝાના મુખેથી લોકો કથાનું શ્રવણ કરી રહ્યા છે દરમિયાન આજે ભાઇશ્રી દ્વારા સનાતન ધર્મને નુકશાન કરવા માટે જે રીતે તાજેતરમાં સ્વામિ નારાયણ  સંપ્રદાયના સંત દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે તેને ધ્યાનમાં રાખીને આકરી ટીકા કરી હતી અને તેઓએ કહ્યું હતું કે, બધા જ સાધુ પુરુષો સારું જ કામ કરે છે ત્યારે કોઈને ઉતારી પાડવાની પ્રવૃતિ કોઈએ ન કરવી જોઈએ અને પરસપર સહયોગ તથા સંગઠનથી કામ કરવામાં આવશે તો સનાતન ધર્મ વધુ મજબૂત બનશે આજે હું જેમ દૂભયો છું તેમ હજારો અને લાખો દુભાયા છે તેવા સમયે વાતાવરણ ન બગડે તે માટે મે વ્યાસપીઠેથી સદભાવના પૂર્વક મે અપીલ કરલે છે






Latest News