લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે માળીયા-સુરજબારી 8 લાઈન અને શિકારપુરથી મેવાસા 6 લાઈન રોડ 2100 કરોડની મંજુરી: સાંસદ વિનોદ ચાવડા મોરબીના વિવિધ હિન્દુ સંગઠનો અને ગૌ સંગઠનો દ્વારા મહા પાલિકાનો ખુલ્લો વિરોધ મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી !
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં રાજ્યમંત્રીના નિવસ્થાને ભારતીય કિશાન સંઘ દ્વારા ધરણાં યોજાયા


SHARE







મોરબી જીલ્લામાં રાજ્યમંત્રીના નિવસ્થાને ભારતીય કિશાન સંઘ દ્વારા ધરણાં યોજાયા

મોરબી જિલ્લાના વીરપર પાસે આવેલ નાલંદા વિદ્યલય ખાતે રહેતા રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાના નિવાસ સ્થાને ભારતીય કિશાન સંઘ દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને ધરણા કરવામાં આવ્યા હતા અને તેના પ્રશ્નોને ઉકેલવાની માંગ કરવામાં આવી છે

ટંકારા તાલુકાનાં વીરપર ગામ પાસે આવેલ નાલંદા વિધાલય ખાતે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા રહેતા હોવાથી તેના નિવાસસ્થાને કિસાન સંઘના આગેવાનો અને કાર્યકરો દ્વારા પડતર પ્રશ્નોને લઈને ધરણા કરવામાં આવ્યા હતા ત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો હાલમાં કિસાન સંઘ દ્વારા જે માંગણી કરવામાં આવી છે તેમાં સમાન વીજદર કરવો, મીટર આધારિત બોરવેલનું વીજ બિલ દર બે મહીને, બાકી રહેતા મીટર ટેરીફમાં ફિક્સ ચાર્જમાં રાહત આપવી, સ્વૈચ્છિક લોડ વધારાની સ્કીમ લાભ આપો, બોરવેલ પર જો વીજ મીટર બળી જાય તો તેની જવાબદારી વીજ કંપનીની રહેશે, કિસાન સૂર્યોદય યોજના તત્કાલ સમગ્ર ગુજરાતમાં અમલ કરવો સહિતના પ્રશ્નોનો  સમાવેશ થાય છે

તે ઉપરાંત ખેતી અને પશુપાલન માટે પશુપાલકોને લીટરે ૨.૦૦ રૂપિયા સહાય આપવી સીધી બેંક ખાતામાં, ટ્રેક્ટર અને ટ્રોલીને બળદ ગાડાની માન્યતા અપાવી, ટેક્ષ દુર કરવો, ખેતીવાડીમાં ખાનગી કૃષિ યુનીવર્સીટીઓને માન્યતા નહિ આપવી, માન્યતા આપેલ યુનીવર્સીટીઓમાં સીટો નહિ વધારવી
ખેડૂતો દ્વારા ફેન્સીંગ વાડની કામગીરી ચાલુ છે તેને ઝડપથી ગ્રાન્ટ આપવી ડીપ ઈરીગેશન સીસ્ટમમાં જીએસટી નાબુદ કરવી અને ૯૦ ટકા સહાય આપવી તેમજ મહેસુલ વિભાગ દ્વારા રી-સર્વે રદ કરવા અથવા જમીન માપણી ઝડપી કરવા માંગ કરવામાં આવી છે






Latest News