મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં મોદીના જન્મદિન નિમિતે હિમોગ્લોબીન ટેસ્ટ માટે કેમ્પ યોજાશે


SHARE







મોરબીમાં મોદીના જન્મદિન નિમિતે હિમોગ્લોબીન ટેસ્ટ માટે કેમ્પ યોજાશે

મોરબીમાં આગામી તા ૧૭ સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ નિમિતે જુદાજુદા સ્થળ ઉપર મોરબી જીલ્લા ભાજપ મહિલા મોરચા તથા ડોક્ટર સેલ દ્વારા હિમોગ્લોબીન ટેસ્ટ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ માટે કટિબદ્ધ છે. ત્યારે સમગ્ર રાજ્યમાં વડાપ્રધાનના જન્મ દિવસથી સેવા પખવાડિયા તરીકે ઉજવણી કરવામાં આવશે અને વડાપ્રધાનના દીર્ઘાયુ જીવન માટે મોરબી જીલ્લા ભાજપ મહિલા મોરચા તથા ડોક્ટર સેલના ઉપક્રમે ૧૩ વર્ષથી ૨૦ વર્ષ સુધીની દીકરીઓનું હિમોગ્લોબીન ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પટેલ કન્યા છાત્રાલય (ઇન્ચાર્જ સંગીતાબેન ભીમાણી અને ભાવેશભાઈ કણઝારીયા), ઉમા હોલ, બહુચરાજીના મંદિર સામે રવાપર (ઇન્ચાર્જ અરવિંદભાઈ વાંસદડિયા અને રમાબેન ગડારા), ઓરપેટ કન્યા છાત્રાલય ટંકારા (ઇન્ચાર્જ કિરીટભાઈ અંદરપા), વાંકાનેર સરકારી હોસ્પિટલ (ઇન્ચાર્જ પ્રજ્ઞાબા ઝાલા અને ઋષિરાજસિંહ ઝાલા) અને કન્યા છાત્રાલય સથવારા સમાજ, વૈજનાથ મહાદેવ મંદિર પાસે હળવદ (ઇન્ચાર્જ રણછોડભાઈ દલવાડી અને જશુબેન પટેલ) ઉપરોક્ત કેમ્પનો લાભ લેવા મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી રણછોડભાઈ દલવાડીએ લોકોને અનુરોધ કરેલ છે






Latest News