મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

“મોદી તેરા બાપ હૈ, હૈદરાબાદનું હનુમાનગઢ ક્યારે થઈ જશે ખબર પણ નહીં પડે”: ઓવેસીને બ્રિજરાજદાન ગઢવીનો પડકાર


SHARE









“મોદી તેરા બાપ હૈ, હૈદરાબાદનું હનુમાનગઢ ક્યારે થઈ જશે ખબર પણ નહીં પડે”: ઓવેસીને બ્રિજરાજદાન ગઢવીનો પડકાર

મોરબી નજીકના શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે બ્રિજરાજદાન ગઢવી સહિતના કલાકારોનો લોક ડાયરો યોજાયો હતો અને ત્યારે મંચ ઉપરથી બ્રિજરાજદાન ગઢવીએ ઓવેસીને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે “મોદી તેરા બાપ હૈ, હૈદરાબાદનું હનુમાનગઢ ક્યારે થઈ જશે તેની ખબર પણ નહીં પડે. તેમજ મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા પણ તેઓની લાગણી વ્યક્ત કરતા કહેવામાં આવ્યું હતું કે છેલ્લા ૩૫ વર્ષથી તેઓ જાહેર જીવનમાં છે અને ક્યારેય પણ અધિકારી, સરકાર, ગુંડાઓ કે જમીનમાં કોઈપણ જાતનું સમાધાન કર્યું નથી

મોરબી નજીકના શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે ભાગવત આચાર્ય રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને કોરોનાના દિવંગત આત્માઓના મોક્ષર્થે યોજાયેલ કથામાં વિશાળ સંખ્યામાં લોકો કથા શ્રવણ કરવા માટે આવતા હોય છે તેની સાથો સાથ રાત્રિ દરમિયાન લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને શનિવારે રાત્રિના સમયે બ્રિજરાજદાન ગઢવી, સાગરદાન ગઢવી અને પુનમબેન ગોંડલીયા સહિતના કલાકારોના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાગવત આચાર્ય રમેશભાઈ ઓઝા સહિત હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા

ત્યારે લોકોને ડાયરાની મોજ કરાવતા બ્રીજરાજદાન ગઢવીએ જાહેર મંચ ઉપરથી ઓવેસીને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે, “મોદી હિમાલયને ચલા જાયેગા ઔર યોગી મઠ મેં ચલા જાયેગા, તબ તુમ્હે બચાને કોન આયેગા” કહેનાર સાંભળી લે “મોદી તેરા બાપ હૈ, હૈદરાબાદ કો હનુમાનગઢ કબ બના દેગા પતા ભી નહિ ચલેગા” ત્યારે સભા મંડપમાં ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લાગ્યા હતા ત્યારબાદ હજારોની સંખ્યામાં હાજર રહેલ લોકોને સંબોધન કરતા મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે ભગવાને મારી જરૂરિયાત કરતા અનેક ઘણું વધારે આપ્યું છે ત્યારે ૩૫ વર્ષના જાહેર જીવનમાં કયારે પણ લોકોને હિતને નુકશાન કરીને અધિકારી, સરકાર, ગુંડા કે જમીનમાં કોઈપણ જાતનું સમાધાન કર્યું નથી અને હમેશા લોકહિતને સર્વોપરી રાખ્યું છે




Latest News