માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન  મોરબીના રવાપર ગામેથી ગુમ થયેલ મહિલા સુરતથી અને સામાકાંઠેથી ગુમ વૃદ્ધ મળી આવ્યા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે
Breaking news
Morbi Today

મોરબીમાં રિક્ષામાં બેઠેલ યુવાનના એક લાખ રૂપિયાની ચોરી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાં રિક્ષામાં બેઠેલ યુવાનના એક લાખ રૂપિયાની ચોરી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીના જેતપર ગામે આવેલ બેંકમાંથી રૂપિયા ઉપાડીને કૌટુંબિક કાકાના હાથ ઉછીના લીધેલા રૂપિયા મોરબી આપવા માટે આવી રહેલ યુવાન રિક્ષામાં બેઠો હતો અને ત્યારે રિક્ષામાં તેની પહેલાથી જ બેઠેલા અન્ય બે શખ્સો દ્વારા કોઈપણ રીતે તેના ખિસ્સામાંથી રોકડા એક લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને રીક્ષા ચાલક સહિત ત્રણ સામે ગુનો નોંધાયો હતો જેથી કરીને પોલીસે પહેલા બે આરોપીને પકડ્યા હતા આ ગુનામાં હાલમાં વધુ એક આરોપીને પકડવામાં આવેલ છે.


માળિયા તાલુકાના ખાખરેચી ગામે રહેતા અને મોરબી તાલુકાનાં ઘૂટું ગામે વાડી રાખીને ખેતીનું કામ કરતા પ્રવીણભાઈ આંબાભાઈ જસાપરા જાતે પટેલ (૪૪) સીએનજી રીક્ષામાં બેસીને થોડા દિવસો પહેલા જેતપર ગામથી મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે તેના ખિસ્સામાં રહેલ રોકડા રૂપિયા એક લાખ રિક્ષામાં તેની સાથે પાછળના ભાગમાં બેઠેલા બે શખ્સોમાંથી કોઈએ ચોરી કરી લીધેલ છે જેથી યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની રિક્ષા ચાલક સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે અગાઉ ધનજીભાઇ દેવજીભાઇ કોળી રહે. રાજકોટ અને અમીત કોળી રહે. પોપટપરા રાજકોટ વાળાની ધરપકડ કરી હતી હાલમાં આ ગુનામાં પોલીસે વધુ એક આરોપી હાર્દીક ઉર્ફે ટાંટિયો મનસુખભાઇ ભાલાળા જાતે કોળી (૨૧) રહે. પોપટપરા મેઇન રોડ શેરી નંબર-૧૪ રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે.જ્યારે મોરબીના વાઘપર ગામના કાંતિભાઈ વિઠ્ઠલભાઈ કડીવાર નામના ૫૯ વર્ષીય આધેડને માળિયા હાઇવે ઉપર ભરતનગર ગામની પાસે બાઈક અને ટ્રક વચ્ચે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી તેમને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

લાલપર ગામે મારામારી

મોરબી વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસે આવેલ સીરામીક યુનિટ નજીક વાહન પાર્કિંગ બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવવામાં ઇજાઓ થવાથી મયાભાઈ રામાભાઇ ગમારા (૨૮) રહે.જુના મકનસર અને હરેશ ગેલાભાઈ ગમારા રહે.રફાળેશ્વર મચ્છુનગર તેમજ સામેનાપક્ષેથી જહીસ્માઈલજીત ગુરૂમુખસિંહ (૩૨), હરરપ્રિતસિંહ (૨૦), પવિતરપાલસિંહ (૨૮) અને અભિજ્યોત શર્મા (૨૩) નામના કુલ છ લોકોને ઇજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા જેથી તાલુકા પોલીસ મથકના જીજ્ઞાશાબેન કણસાગરા દ્વારા આ અંગે નોંધ કરીને તપાસ કરવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના નવા મકાનસર ગામે રહેતો દિલીપ ભરતભાઈ ખાંભલા નામનો ૩૧ વર્ષનો યુવાન વાંકાનેર હાઇવે ઉપરના લાલપર ગામ પાસેથી જતો હતો ત્યાં આવેલ બાપાસીતારામ મઢૂલી નજીક તેનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જવાથી ઇજાગ્રસ્ત થયેલા દિલીપ ખાંભલાને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.






Latest News