મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાનાર જે.પી. નડ્ડાના રોડ શોમાં મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પણ જોડાશે


SHARE









મોરબી શહેરમાં આવતીકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડાની હાજરીમાં રોડ શો યોજાવાનો છે જેને લઇને હાલમાં જિલ્લા ભાજપ, તાલુકા ભાજપ, શહેર ભાજપ સહિતના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મોરબીના આંગણે આવી રહ્યા છે ત્યારે ભાજપના તમામ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વધુમાં મળતી માહિતી મુજબ આવતી કાલે યોજાનાર રોડ શોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પટીલ પણ રોડ શોમા જોડાશે તેવું મોરબી જિલ્લા ભાજપના પ્રમુખજી દુર્લભજીભાઈ દેથરીયા એ જણાવ્યું છે




Latest News