માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન  મોરબીના રવાપર ગામેથી ગુમ થયેલ મહિલા સુરતથી અને સામાકાંઠેથી ગુમ વૃદ્ધ મળી આવ્યા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે
Breaking news
Morbi Today

મોરબીના કેરાળી પાસેથી અજાણ્યા વ્યક્તિની સળગાવેલી હાલતમાં લાશ મળી: હત્યાની આશંકા


SHARE











મોરબીના કેરાળી પાસેથી અજાણ્યા વ્યક્તિની સળગાવેલી હાલતમાં લાશ મળી: હત્યાની આશંકા

મોરબી તાલુકાના કેરાળી ગામ પાસેથી અજાણ્યા વ્યક્તિની સળગાવેલી હાલતમાં લાશ મળી આવી છે જેથી કરીને તેના મૃતદેહને પ્રથમ પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો અને ત્યાંથી ફોરેન્સિક પીએમ માટે લાશને રાજકોટ ખાતે મોકલવામાં આવી છે અને હાલમાં મોરબી તાલુકા પોલીસે મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના કેરાળી ગામ પાસે અજાણ્યા વ્યક્તિની સળગાવેલી હાલતમાં લાશ પડી હોવાની માહિતી મળી હતી જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.આર. ગોઢાણીયા તેમજ સ્ટાફના માણસો  ઘટના સ્થળે પહોચી ગયા હતા અને ત્યારબાદ મૃતદેહને પીએમ માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાશને લઈ જવામાં આવી છે વધુમાં પીઆઇ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક વ્યક્તિની હત્યા કરવામાં આવી હોય તેવી હાલમાં શક્યતા દેખાઈ રહી છે જો કે, પીએમ રિપોર્ટ આવ્યા પછી તે અંગે સ્પષ્ટ કહી શકાશે. જોકે મૃતક વ્યક્તિ કોણ છે તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે 






Latest News