મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના વાહનોનો ભાજપના પ્રચાર માટે ઉપયોગ રોકવાની કોંગ્રેસની કલેકટરને રજૂઆત


SHARE









મોરબી પાલિકાના વાહનોનો ભાજપના પ્રચાર માટે ઉપયોગ રોકવાની કોંગ્રેસની કલેકટરને રજૂઆત

મોરબીની ભાજપ શાસિત પાલિકાએ પ્રજાના પૈસાથી જે વાહનો ખરીદેલ છે તે સરકારી વાહનોનો ગેરઉપયોગ તેમના પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મોરબી આવતા છે તે પહેલા રોડ ઉપર બેનર અને ઝંડા લગાવવા માટે કરવામાં આવી રહયો છે જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી દ્વારા આ મુદે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અને આ વાહનનો ઉપયોગ કરવાની સૂચના આપનારા અધિકારી અને પદાધિકારીએ સામે પણ પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબીમાં પાલિકાના વાહનો અને માણસો દ્વારા ભાજપના ઝંડા અને પતાકા લગાવવામાં આવી રહ્યા હતા જેના ફોટો અને વિડીયો સોશિઅલ મીડિયામાં વાયરલ થયેલ છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરુ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, પાલિકાના વાહનો અને માણસોનો પગાર  પ્રજાના ટેક્સ રૂપે ભરેલ રૂપિયામાંથી કરવામાં આવે છે તો પછી ભાજપના પ્રચાર પ્રસાર માટે કેમ તેનો ઉપયોગ કરવામાં આવી રહયો છે ? મોરબીમાં ભાજપના ઝંડા લગાવવા માટે પાલિકાના વાહનોનો ગેર ઉપયોગ શા માટે થાય છે ? અને જે અધિકારી કે પદાધિકારીની સૂચનાથી વાહન અને માણસો આપવામાં આવ્યા હોય તેની પાસેથી તમામ ખર્ચના પૈસા વસૂલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેમજ પાલિકાના વાહન અને માણસોનો ઉપયોગ કરાવનારા અધિકારી અને પદાધિકારી સામે કડકમાં કડક  પગલાં લેવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે તેમજ જો કોઈ સદસ્ય દ્વારા સૂચના આપવામાં આવી હોય તો તેનું પદ રદ કરવામાં આવે તેના માટે શહેરી વિકાસ સચિવને રજૂઆત કરશે તેવું પણ જણાવ્યુ છે




Latest News