મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ચોરી કરવા માટે એક્સિસ બેન્કનું એટીએમ તોડનાર સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીમાં ચોરી કરવા માટે એક્સિસ બેન્કનું એટીએમ તોડનાર સામે ગુનો નોંધાયો

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એક્સિસ બેન્કના એટીએમને તોડીને રોકડ રકમની ચોરી કરવાનો એક શખ્સ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો જોકે રૂપિયાની ચોરી તે શખ્સ કરી શક્યો ન હતો પરંતુ હાલમાં એટીએમ મશીનને તોડનારા શખ્સની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે હાલ રાજકોટના જામનગર રોડ ઉપર આવેલ ભૂમેશ્વરી વાડી મેઇન રોડ ઉપર રેલવે ફાટક પાસે રહેતા ધવલભાઇ વિનોદભાઈ સાપરિયા જાતે પટેલ (૩૫) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા મિલન જાદવ નામના શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તા. ૧૯ ના રોજ વહેલી સવારે ત્રણેક વાગ્યાના અરસામાં મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સેલ કંપનીના પેટ્રોલ પંપની સામેના ભાગમાં એક્સિસ બેન્કના એટીએમને તોડવાનો પ્રયાસ આ શખ્સ દ્વારા કરવામાં આવ્યો હતો અને તેની પાસેથી હથોડી, ટાંકણી, છરી જેવા હથિયારો મળી આવ્યા હતા આ શખ્સ દ્વારા એટીએમ મશીનને તોડવામાં આવ્યું હતું જોકે તેમાં રાખેલ રોકડ રકમની ચોરી તે કરી શક્યો ન હતો અને હાલમાં ધવલભાઇએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ ૩૮૦, ૪૬૧ અને ૫૧૧ મુજબ ગુનો નોંધીને આરોપી મિલન જાદવને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News