મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું બોમ્બે ખાતે નિધન: કાલે સવારે 10 વાગ્યે ન્યૂ પેલેસથી નીકળશે અંતિમયાત્રા મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

વડાપ્રધાન નરેંદ્ર મોદીએ સિટી બ્યુટીફીકેશન માટે કરેલ ટકોરને મોરબીમાં ભાજપ લોકહિત માટે ધ્યાને લેશે ?


SHARE







વડાપ્રધાન નરેંદ્ર મોદીએ સિટી બ્યુટીફીકેશન માટે કરેલ ટકોરને મોરબીમાં ભાજપ લોકહિત માટે ધ્યાને લેશે ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. અને તેની હાજરીમાં ગાંધીનગર ખાતે મેયર સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્ચ્યુયલ રીતે દેશના વડાપ્રધાન નરેંદ્ર મોદી પણ જોડાયા હતા અને તેઓએ ખાસ કરીને સિટી બ્યુટીફીકેશનની વાત ઉપર ભાર મૂક્યો હતો અને દરેક વોર્ડમાં સ્વચ્છતા માટે હરીફાઈ કરવામાં આવે અને તેના માટે ઈનામ પણ આપવામાં આવે તેવું લાગણી વિકટ કરી હતી જો કે, આ વાત મોરબી સુધી પહોચશે કે કેમ તે પ્રશ્ન છે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. અને આજે સાંજે મોરબીમાં તેમનો રોડ શો યોજાવાનો છે જો કે તે પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના ગાંધીનગરમાં નમો કિસાન પંચાયત, મેયર સમિટ અને રાજકોટમાં જનપ્રતિનિઘિ સંમેલન સહિતના કાર્યક્રમ યોજવાના છે ત્યારે ગાંધીનગર ખાતે યોજાયેલ મેયર સમિટમાં વર્ચ્યુયલ રીતે દેશના વડાપ્રધાન નરેંદ્ર મોદી પણ જોડાયા હતા અને ત્યારે તેઓએ ગુજરાતમાં છેવાડાના લોકો સુધી પહોચવા માટેના જુદાજુદા સૂચનો કર્યા હતા તેની સાથોસાથ તેઓએ પિન્ક સિટી તરીકે જાણીતા જયપુરને યાદ કરીને કહ્યું હતું કે, સિટી બ્યુટીફીકેશનની દિશામાં દરેક લોકોને કામ કરવાની જરૂર છે અને તેઓએ વધુમાં કહ્યું હતું કે, શહેરના દરેક વોર્ડમાં સ્વચ્છતા માટે હરીફાઈ કરવામાં આવે અને તેના માટે જુદાજુદા ઈનામ વેપારીઓ, સ્થાનિક લોકો તેમજ ચૂંટાયેલ પ્રતિનિધિઓને આપવામાં આવે તો તેના સારા પરિણામો મળી શકે તેમ છે તેવી લાગણી વ્યક્ત કરી હતી જો કે, મોરબી મહાપાલિકા નથી પરંતુ શહેરના બ્યુટીફીકેશન માટે વડાપ્રધાન નરેંદ્ર મોદી દ્વારા જે વાત કરવામાં આવી છે તેનું અમલીકરણ કરવાની દિશામાં મોરબીના આગેવાનો, હોદેદારો અને પાલિકાના સત્તાધીશોએ કામ કરશે કે કેમ તે તો આગામી  સમય જ બતાવશે




Latest News