ટંકારાના લજાઇ પાસે ઝગડામાં છોડાવા વચ્ચે પડેલ યુવાનને ધોકો લાગતા સારવારમાં દમ તોડ્યો, મામલો હત્યામાં પલ્ટાયો મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું બોમ્બે ખાતે નિધન: કાલે સવારે 10 વાગ્યે ન્યૂ પેલેસથી નીકળશે અંતિમયાત્રા મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ
Breaking news
Morbi Today

મોરબીમાં પરજીયા રાજગોર બ્રહ્મસમાજનો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે


SHARE







મોરબીમાં પરજીયા રાજગોર બ્રહ્મસમાજનો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

મોરબીમાં પરજીયા રાજગોર બ્રહ્મસમાજ દ્વારા આગામી તા. ૨૪/૯ ને શનિવારના રોજ સાંજે ૬:૦૦ કલાકે નવલખી ફાટક પાસે આવેલ પરશુરામ ધામ ખાતે સરસ્વતી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે 

આ કાર્યક્રમમાં પરજીયા રાજગોર બ્રહ્મસમાજના ધોરણ ૧ થી  અનુસ્નાતક કક્ષા તેમજ વિવિધ ક્ષેત્રે ગૌરવ પ્રાપ્ત કરનાર સમાજના વિદ્યાર્થીઓ અને પ્રતિભાવંત મહાનુભાવોને પુરસ્કાર, સન્માન તેમજ સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવશે. આ ભવ્ય આયોજનમાં સાથે રાસ-ગરબાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ તકે રણછોડ નગરમાં આવેલ સાંઈબાબા મંદિરમાના મહંત બબા મહારાજ(ગોવિંદભાઈ), પરશુરામ ધામ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ ટ્રસ્ટના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા તથા સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ ટ્રસ્ટ પૂર્વ  પ્રમુખ ડો.અનિલભાઈ મહેતા તથા પરજીયા રાજગોર બ્રહ્મસમાજના વડીલો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં જ્ઞાતિજનોને પધારવા પરજીયા રાજગોર બ્રહ્મસમાજના પ્રમુખ યાજ્ઞિકભાઈ દિલીપભાઈ ગામોટ, ઉપપ્રમુખ હિતેષભાઈ મનહરલાલ પંડ્યા, વસંતભાઈ દેવાભાઈ સુમડ, મહામંત્રી અરવિંદભાઈ દેવેન્દ્રપ્રસાદ પંડ્યા તેમજ ખજાનચી સિધ્ધાર્થભાઈ ભગવાનજી ચાઉં દ્રારા આમંત્રણ પાઠવયું છે.




Latest News