મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, સીએમ અને પ્રદેશ અધ્યક્ષનું રોડ શોમાં ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરાયું


SHARE











મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, સીએમ અને પ્રદેશ અધ્યક્ષનું રોડ શોમાં ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરાયું

મોરબી શહેરમાં મંગળવારે સાંજે પાંચ વાગ્યે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડાની હાજરીમાં રોડ શો યોજાયો હતો જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલ  પણ જોડાયા હતા અને જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ભક્તિનગર સર્કલ પાસે આવ્યા ત્યારે ત્યાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મંત્રી બ્રિજેશભાઇ મેરજા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, પ્રદેશ ભાજપના મહામંત્રી અને  સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય પરસોતમભાઇ સાબરિયા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લાના મહામંત્રી જયુભા જાડેજા અને મહામંત્રી રણછોડભાઈ દલવાડી, મહેશભાઇ સિંધવ સહિતના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડાની હાજરીમાં રોડ શો શરૂ થયો હતો ત્યારે મોરબી જિલ્લા ભાજપતાલુકા ભાજપશહેર ભાજપના હોદ્દેદારોઆગેવાનો અને કાર્યકરો સહિતના લોકો દ્વારા રોડ શોના રુટ ઉપર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષનું પુષ્ટિ વર્ષ કરીને ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીના માર્ગો ભારત માતા કી જય અને વનડે માતરમના નારાથી ગુંજી ઉઠ્યા હતા અને મોરબીમાં શનાળા રોડ સમયના ગેઇટ પાસેથી શરૂ કરીને શાકમાર્કેટ ચોક સુધી દરેક જ્ઞાતિ  સમાજના લોકો, જુદાજુદા વેપારી સંગઠનના આગેવાનો તેમજ સામાન્ય લોકોને ઉમળકા ભેર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલનું સ્વાગત કર્યું હતું આ રોડ શોને સફલા બનાવવા માટે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા, મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા સહિતના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News