મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીનું તંત્ર ૩૬૫ દિવસ હાલમાં કરી તેવી કામગીરી કરે તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને આવવું ન પડે: કે.ડી. બાવરવા


SHARE











મોરબીનું તંત્ર ૩૬૫ દિવસ હાલમાં કરી તેવી કામગીરી કરે તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને આવવું ન પડે: કે.ડી. બાવરવા

મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આવ્યા તે મોરબીના લોકોના અહોભાગ્ય કહેવાય કારણ કે નડ્ડાની મુલાકાતના કારણે તંત્ર દ્વારા ૨૪ કલાકના ટુકા સમયમાં રોડ રસ્તાના ખાડા રીપેર કરી રસ્તો સારો બનાવવામાં આવ્યા હતા, ગટરો સફાઈ અને રોડ રસ્તાની સફાઈ કરવામાં આવી હતી અને પોતાની કામ કરવાની ક્ષમતાનો લોકોને પરિચય આપ્યો હતો જો કે આવી કામગીરી ૩૬૫ દિવસ અને ૨૪ કલાક મોરબીના લોકો કે જે પાલિકામાં અને સરકારમાં ખૂબ જ મોટો ટેક્સ આપે છે તેના માટે કેમ કરવામાં આવતી નથી તેવો સવાલ ઈન્ટર નેશનલ હુમાન રાઈટ સૌરાષ્ટ્રના જનરલ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવાએ કરેલ છે

વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, જો જે.પી.નડ્ડા દર મહીને મોરબીની મુલાકાતે આવે તો દર વખતે જુદા જુદા રોડ ઉપર રોડ શો રાખવામા આવે તો મોરબીના લોકોના ઘણા વધ પ્રશ્નો કે જે વર્ષોથી ઉકેલતા નથી તે ઉકેલાઈ જાય તેમ છે જેથી કરીને વારંવાર મોરબીની મુલાકાત કરવામાં આવે તેવી માંગ કરી છે સાથોસાથ જે તંત્ર ૨૪ કલાકમાં નેતાના આગમન પહેલા રોડ બનાવી શકે છે અને રૂડું રૂડું બતાવવા માટે કામ કરે છે તેવી જ કામગીરી કાયમી ધોરણે કરવામાં આવે તો કદાચ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને ચૂંટણી પહેલા મોરબીની મુલાકાતે આવ્યું પડ્યું ન હોત તે પણ હકકીત  છે અને હાલમાં જે ક્ષમતા સાથે કામ કરવામાં આવ્યું છે તે ક્ષમતા મુજબ જો વર્ષના ૧૦૦ દિવસ પણ કામ કરવામાં આવે તો મોરબીને ફરીથી સોંરાષ્ટ્ર નું પેરીસ બનતા કોઈ રોકી શકે નહીં તે નિશ્ચિત છે અંતમાં હાલમાં જે તાબડતોબ રસ્ત બનેલ છે તેના માટે તેઓએ કહ્યું છે કે, હવે આ રોડ તુટશે નહી તેવી આશા છે જો કે, એક વરસાદમાં પાછો આવી તો હાલમાં કરવામાં આવેલ કામગીરીની ગુણવતા ચેક થઈ જાય તેમ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી






Latest News