ટંકારાના લજાઇ પાસે ઝગડામાં છોડાવા વચ્ચે પડેલ યુવાનને ધોકો લાગતા સારવારમાં દમ તોડ્યો, મામલો હત્યામાં પલ્ટાયો મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું બોમ્બે ખાતે નિધન: કાલે સવારે 10 વાગ્યે ન્યૂ પેલેસથી નીકળશે અંતિમયાત્રા મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ
Breaking news
Morbi Today

મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, સીએમ અને પ્રદેશ અધ્યક્ષનું રોડ શોમાં ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરાયું


SHARE







મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, સીએમ અને પ્રદેશ અધ્યક્ષનું રોડ શોમાં ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરાયું

મોરબી શહેરમાં મંગળવારે સાંજે પાંચ વાગ્યે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડાની હાજરીમાં રોડ શો યોજાયો હતો જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલ  પણ જોડાયા હતા અને જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ભક્તિનગર સર્કલ પાસે આવ્યા ત્યારે ત્યાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મંત્રી બ્રિજેશભાઇ મેરજા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, પ્રદેશ ભાજપના મહામંત્રી અને  સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય પરસોતમભાઇ સાબરિયા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લાના મહામંત્રી જયુભા જાડેજા અને મહામંત્રી રણછોડભાઈ દલવાડી, મહેશભાઇ સિંધવ સહિતના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડાની હાજરીમાં રોડ શો શરૂ થયો હતો ત્યારે મોરબી જિલ્લા ભાજપ, તાલુકા ભાજપ, શહેર ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો સહિતના લોકો દ્વારા રોડ શોના રુટ ઉપર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષનું પુષ્ટિ વર્ષ કરીને ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીના માર્ગો ભારત માતા કી જય અને વનડે માતરમના નારાથી ગુંજી ઉઠ્યા હતા અને મોરબીમાં શનાળા રોડ સમયના ગેઇટ પાસેથી શરૂ કરીને શાકમાર્કેટ ચોક સુધી દરેક જ્ઞાતિ  સમાજના લોકો, જુદાજુદા વેપારી સંગઠનના આગેવાનો તેમજ સામાન્ય લોકોને ઉમળકા ભેર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલનું સ્વાગત કર્યું હતું આ રોડ શોને સફલા બનાવવા માટે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા, મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા સહિતના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી




Latest News