મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

પ્રમાણિકતા: મોરબીમાં રીક્ષા ચાલકોને મળેલ બે ટેબલેટ ભરેલ થેલો મૂળ માલિકને પરત કર્યો


SHARE









પ્રમાણિકતા: મોરબીમાં રીક્ષા ચાલકોને મળેલ બે ટેબલેટ ભરેલ થેલો મૂળ માલિકને પરત કર્યો

આજના સમયમાં જ્યાં જુઓ ત્યાં કોઈનું લઈ લેવાની વૃતિ વિશેષ જોવા મળે છે અને કળિયુગની આપણને પ્રતીતિ થાય તેવા બનાવો છાસવારે નજરે પડે છે જે દરમિયાન આજે પણ પ્રમાણિકતા અસ્તિત્વમાં છે અને પ્રમાણિક લોકો પણ છે તેની પ્રતીતિ કરતા બનાવો સમયાંતરે સામે આવતા હોય છે તે મુજબ મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે રીક્ષા સ્ટેન્ડ પાસે ત્રણ રિક્ષા ચાલકોને બે ટેબલેટ સહિત જરૂરી દસ્તાવેજ ભરેલ બેગ મળ્યો હતો જે બેગ તેઓએ પોલીસ સ્ટેશનને લાવી મૂળ માલિકને સોંપી તેને સુપ્રત કર્યો હતો

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે રીક્ષા સ્ટેન્ડ પાસે હરેશભાઈ રાજાભાઈ પરમાર (ઇન્દિરાનગર), વિનોદભાઈ વાલજીભાઈ મકવાણા (હાઉસિંગ બોર્ડ પાસે) અને ફિરોજભાઈ અબ્દુલભાઈ સૈયદ (ઇન્દિરાનગર) નામના ત્રણ રિક્ષા ચાલકો ઊભા હતા ત્યારે બાઈકમાં જતા એક યુવાનનો બેગ તેના બાઈકમાંથી નીચે પડી ગયો હતો જેથી ત્રણેય રીક્ષા ચાલકોએ તે બેગ ઉઠાવવી બાજુમાં આવેલા બી ડિવિઝન પોલીસ સ્ટેશનને લઈ ગયા હતા અને ત્યાં બી ડિવિઝન પોલીસ મથકના રાજુભાઈ ડાંગર કે, જે પી.એસ.ઑ તરીકે ફરજમાં હાજર હોય તેઓને સોંપ્યો હતો ત્યારે રાજુભાઈ ડાંગર અને ત્રણેય રિક્ષાચાલકોએ બેગને ખોલીને જોતા તેમાં બે ટેબલેટ તેમજ અન્ય જરૂરી બીજા બેંકને લગતા દસ્તાવેજ મળ્યા હતા જેમાં મળેલી ડાયરી આધારે તેમાં રહેલા સરનામા અને ફોન નંબર ઉપર સંપર્ક કરતા બેગના માલિક ખેંગારભાઈ પ્રેમજીભાઈ વાઘેલા રહે. સિદ્ધાર્થ સોસાયટી જીકે હોટલ પાછળ વાળાનો સંપર્ક થયો હતો કે જેઓ આઈસીઆઈસીઆઈ બેન્કમાં કામ કરતાં હોય અને મહેન્દ્રનગર ચોકડી પાસે તેઓનો બેગ બાઇકમાંથી પડી ગયો હતો જેથી તેમણે બોલાવીને ખાતરી કરીને પોલીસની હાજરીમાં બેગ માલિકને તેનો બેગ સોંપી આપવામાં આવ્યો હતો. રીક્ષા ચાલકોની પ્રમાણિકતા બદલ તેમજ મદદ કરવા બદલ પોલીસ સ્ટાફનો બેગના મૂળ માલિક ખેંગારભાઈ વાઘેલાએ આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News