મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

માળિયાના જસાપર ગામે શોટ લાગતા વૃદ્ધા અને સુરજબારી નજીક કેરોસીન પી જતા યુવાનને સારવારમાં ખસેડાયા


SHARE









માળિયાના જસાપર ગામે શોટ લાગતા વૃદ્ધા અને સુરજબારી નજીક કેરોસીન પી જતા યુવાનને સારવારમાં ખસેડાયા

મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકાના જસાપર ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા વૃદ્ધાને તેમજ સુરજબારીના પુલ નજીક ભૂલથી કેરોસીન પી ગયેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલે લાવવામાં આવ્યા હતા.

મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકામાં આવેલા જસાપર ગામે રહેતા લાભુબેન ગોવિંદભાઈ હુંબલ નામના ૭૦ વર્ષના વૃદ્ધાને તેઓના ઘેર ઈલેક્ટ્રીક શોટ લાગવાથી મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના માળિયા તાલુકાના સુરજબારી પુલ નજીક રહેતા રજાક સુલેમાન જેડા નામનો ૩૫ વર્ષનો યુવાન કેરોસીન પી જતા તેને પણ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બંને બનાવો અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફૂલતરીયાએ તપાસ હાથ ધરતા ખુલ્યું હતું કે રજાકભાઈ જેડા માછીમારીનું કામકાજ કરતા હોય અને હોળીમાં નળી વડે કેરોસીન ખેંચતા સમયે કેરોસીન પીવાઇ ગયું હતું જેથી અસર થતા તેમને સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યા હતા.

વૃદ્ધનું મોત

મોરબીના સેન્ટમેરી ફાટક નજીક લાયન્સનગરમાં રહેતા અને મોરબીના ભડીયાદ રોડ ખાતે આવેલ મિલેનિયમ સીરામીકમાં સિક્યુરિટી મેન તરીકે કામ કરતા નટુભાઈ લક્ષ્મણભાઈ ગોહેલ જાતે રજપુત નામના ૬૫ વર્ષીય વૃદ્ધ ગઈકાલે સિક્યુરિટી મેન તરીકે ફરજ બજાવતા હતા તે દરમિયાનમાં રાત્રિ દરમિયાન તેમનું બેભાન હાલતમાં મોત નીપજયુ હતું.જેથી તેમના ભત્રીજા મેહુલભાઈએ તેમના મૃતદેહને અત્રે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો અને બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમાર દ્વારા તપાસ કરવામાં આવતા હાર્ટ એટેકના લીધે નટુભાઈ ગોહેલનું મોત નીપજયુ હોવાનું ખુલ્યું હતું.

મારામારીમાં ઈજા

મોરબીના રફાડેશ્વર ગામે આવેલ આંબેડકરનગર વિસ્તારમાં રહેતા નિલેશ કિશનભાઇ સોલંકી નામના ૩૭ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબી તાલુકાના થોરાળા ગામે રહેતા રાજીવકુમાર ઉપેન્દ્રપ્રસાદસિંહ નામનો ૪૨ વર્ષનો યુવાન ગામના પાટીયા પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થઇ જતા ઇજાઓ થવાથી તેને સારવારમાં ખસેડાયો હતો.તેમજ મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતા નરસીભાઈ ભલાભાઇ ભંખોડીયા નામનો ૪૦ વર્ષનો યુવાન તેના ઘેર ફિનાઈલ પી જતાં તેને સિવિલે સારવાર માટે ખસેડાયો હતો જે અંગે તાલુકા પોલીસ નથકના મનીષભાઈ બારૈયા તપાસ ચલાવી રહ્યા છે






Latest News