મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી: એક એવો મેળો જયાં પરણિત દંપતી સાત જન્મ એક થવા માટે કરે છે ફરી લગ્ન


SHARE









મોરબી: એક એવો મેળો જયાં પરણિત દંપતી સાત જન્મ એક થવા માટે કરે છે ફરી લગ્ન

મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં આવતા હડમતીયા ગામે પાલણપીરની જગ્યાએ મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી મેઘવાડ  સમાજના લોકો આવતા હોય છે અને મેળાના છેલ્લા દિવસે લગ્ન થેયલા દંપતીના ફરીથી લગ્ન કરાવવામાં આવે છે અને તેના લીધે આ મેળો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે

ટંકારા તાલુકામાં આવતા હડમતીયા ગામે પાલણપીરનો મેળો ભરાય છે અને પાલણપીર નામના આ સિદ્ધ સંત પોતાની વેદવાણીથી પ્રસિદ્ધિ પામ્‍યા છે. અને તેમણે ‘બારમતી સંપ્રદાય’ ની સ્‍થાપના કરી હતી અને પંદર લાખ જેટલા વેદોનું કથન કર્યું છે. આ વેદવાણી-ભવિષ્‍યમાં સમાજને ઉપકારક સાબિત થઇ છે અહિયાં દર વર્ષે ભાદરવા માહિનામાં નોમ, દસમ અને અગિયારસનો મેળો ભરાઈ છે જેમાં દૂર દૂરથી સમાજના લોકો આવે છે અને ત્યાં કપુરીયા કુંડમાં સ્‍નાન કરી જાણ્‍યે-અજાણ્‍યે પોતાનાથી થયેલા પાપમાંથી લોકો મુકિત મેળવે છે. ત્‍યાર પછી બધા લોકો સરગ પાવડીએ જાય છે. અને ત્‍યાં પોતાના ગુરૂ પાસે મુકિતનો માર્ગ માગે છે. અને અગીયારસના દિવસે લોકો ઢોલ-નગારા સાથે એક વખત જે લોકોના લગ્ન થયા હોય તે જ દંપતિ ફરી પાછા અહી લગ્ન કરી છે અને અહિયાં લગ્ન કરવાથી સાત જન્મ સુધી દંપતી એક થઈ જાય છે તેવી માન્યતા હોવાથી દંપતી અહી મેળામાં આવે છે અને લગ્ન પણ કરે છે




Latest News