મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક કારખાનામાં લોડરની હડફેટે લઈને સિક્યુરિટી ગાર્ડનું મોત નિપજાવનાર સામે ગુનો નોંધાયો


SHARE











મોરબીના સિરામિક કારખાનામાં લોડરની હડફેટે લઈને સિક્યુરિટી ગાર્ડનું મોત નિપજાવનાર સામે ગુનો નોંધાયો

મોરબીના સામાકાંઠે આવેલા જુના ઘુંટુ રોડ ઉપરના સિમ્પોલો સિરામિકમાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કારખાનામાં ચાલતા ટ્રેકટર લોડરના ચાલકે કારખાનામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના યુવાનને હડફેટે લેતા તેનું મોત નિપજયુ હતું હાલમાં મૃતક યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને લોડરના ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી કરી છે

મોરબીના ઘુંટુ રોડ ઉપરના સિમ્પોલો સીરામીકમાં રહીને સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની શિવાંશુ રામપાલસિંહ યાદવ નામનો ૧૯ વર્ષનો યુવાન કારખાનાની અંદર લોડરની હડફેટે ચડી જતા માથા, કાન અને ગળાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી તેનું ઘટના સ્થળે મોત નીપજયુ હતુ. જેથી તેના મૃતદેહને પીએમ અર્થે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જિજ્ઞાસાબેન કણસાગરા દ્વારા તપાસ કરવામાં આવી હતી અને હાલમાં અકસ્માત મૃત્યુના આ બનાવમાં મૃતક યુવાનના ભાઈ કેશવ રામપાલ યાદવ જાતે આહીર (૨૩) રહે. મૂળ યુપી હાલ સિમ્પોલો સિરામિક વાળાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે જીજે ૧૩ એડી ૧૦૪૬ ના ચાલકની સામે ગુનો નોંધીને અકસ્માત સર્જીને વાહન છોડીને નાશી ગયેલા વાહન ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

 બાળકનું મોત

હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેતો કરશન ઘનશ્યામભાઈ હલાણી નામનો ૧૫ વર્ષીય બાળક ઓટોરીક્ષામાંથી નિચે પડી જતા ઈજાઓ થવાથી તેનું મોત નીપજ્યું હતું જેથી ડેડબોડી અહીંની સિવિલે લવાતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બનાવની પ્રાથમીક તપાસ કરીને બનાવની જાણ કરતા હળવદ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

ઝેરી દવા પી લેતા સારવારમાં

મોરબીના મકનસર ગામે રહેતા કાનજીભાઈ મોહનભાઈ ચાવડા નામના ૪૫ વર્ષના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવારમાં ખસેડાયા હતા. જ્યારે ટંકારાની ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર રાઘવજીભાઇ ઘેટીયા નામના ૫૭ વર્ષીય આધેડે ઝેરી દવા પી લેતા તેમને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા.તેમજ મોરબીના જેલચોક સામેના વિસ્તારમાં રહેતા ગેલાભાઈ ભીખાભાઈ નૈયા નામના ૩૦ વર્ષના યુવાને આર્થિક સંકડામણના લીધે ઝેરી દવા પી લેતા તેને સિવિલે હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.જ્યારે સુરેન્દ્રનગરના થાન તાલુકાના સરોડી ગામે રહેતા રાધાબેન છગનભાઈ મોતીભાઈ વાઘાણી નામની ૨૦ વર્ષની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેણીને પણ સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવી હતી.






Latest News