વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ટંકારા: પાલણપીરના મેળામાં રમકડાના સ્ટોલે ઢીંગલો બદલાવા આવેલા શખ્સે મહિલાને આપી મારી નાખવાની ધમકી


SHARE









ટંકારા: પાલણપીરના મેળામાં રમકડાના સ્ટોલે ઢીંગલો બદલાવા આવેલા શખ્સે મહિલાને આપી મારી નાખવાની ધમકી

ટંકારા તાલુકાના હડમતીયા ગામે યોજાયેલ પાલણપીરના મેળામાં રમકડાનો સ્ટોલ રાખનાર મહિલા પાસે ઢીંગલો બદલાવવા માટે આવેલા શખ્સે તેની સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને જાતિ પ્રત્યે હડધૂત કરી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે એટ્રોસિટી, ધમકી સહિતની કલમો હેઠળ હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ વાંકાનેર તાલુકાના પલાસડી ગામના રહેવાસી અને હાલમાં વાંકાનેરના રોયલ પાર્કમાં રહેતા પૂજાબેન નટવરલાલ પરમાર (૪૫) એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિશાલ ભગવાનજીભાઈ કોળી રહે. હડમતીયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે ટંકારા તાલુકાના હડમતીયા ગામે પાલણપીરનો મેળો યોજાયો હતો જેમાં તેઓએ અને સાહેદે રમકડાનો સ્ટોલ રાખ્યો હતો અને ત્યાં રમકડાના સ્ટોલ ઉપર આરોપી વિશાલ ભગવાનજીએ આવીને ઢીંગલો બદલાવી આપવા માટે બોલાચાલી કરી હતી અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી તેમજ ફરિયાદી અને સાહેદને મારી નાખવાની ધમકી આપીને જાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા જેથી ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે


શોર્ટ લાગતા સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર-જીવાપરના રસ્તે આવેલ એડીક સીરામીક નજીક રહીને ત્યાં મજૂરી કામ કરતા શ્રીકુમાર નારાયણ શીત નામનો ૩૦ વર્ષનો પરપ્રાંતીય મજૂર યુવાન કારખાના પાસે ટીસી ઉપર ચડ્યો હતો ત્યાં તેને ઇલે.શોટ લાગતા સારવારમાં ખસેડાયો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા તપાસ કરવામાં આવતા ખુલ્યુ હતુ કે ટીસી ઉપર કોઈ પક્ષી ફસાઈ ગયેલું હોય તેને કાઢવા માટે લાકડી વડે તે પક્ષીને કાઢી રહ્યો હતો જોકે લાકડી પાણીના લીધે ભીની હોવાથી તેને શોટ લાગ્યો હતો જેથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.

જાંબુડીયા અકસ્માત

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામ નજીકના નવી બની રહેલી આરટીઓ કચેરી પાસેથી બેભાન હાલતમાં આશરે ચાલીસેક વર્ષીય અજાણ્યા પુરુષને ૧૦૮ વડે સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા તપાસ શરૂ કરવામાં આવેલ છે.જ્યારે હળવદ તાલુકાના ઢવાણા ગામે રહેતા મોહનભાઈ કુડાભાઈ જાદવને કોઈ ઝેરી જનાવર કરડી જતા તેમને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.મોરબીના લખધીરપુર રોડ ઉપર એટમ સિરામીક પાસે રહેતા ગાંધીરામ બીસ્વા નામના ૩૧ વર્ષના યુવાનને યુનીટમાં કામ દરમિયાન સાપ કરડી જતા સારવારમાં ખસેડાયો હતો.

યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લખધીરપુર રોડના ખૂણા પાસે વિશાલ ફર્નિચર નજીક વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં ઇજાગ્રસ્ત આશરે પાંત્રીસેક વર્ષીય અજાણ્યા યુવાનને ૧૦૮ વડે અત્રેની સિવિલે સારવાર માટે લવાયો હતો અને ત્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.બનાવ સ્થળ ઉપરથી તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે યુવાન કાનમાં હેન્ડસ ફ્રી લગાવીને રોડ ક્રોસ કરતો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહનની હડફેટે ચડી ગયો હતો જેથી ઇજાઓ થતા તેને સારવારમાં લઈ જવાયો હતો જોકે બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર તપાસ માટે રાજકોટ જતા ઉપરોકત યુવાન રાજકોટ હોસ્પિટલ ખાતેથી રજા લઈને ચાલ્યો ગયો હોય અજાણ્યા યુવાનની ઓળખ થઈ શકી ન હતી




Latest News