મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાએ આડા સંબંધ રાખવાની ના પાડતા તલવાર-પાઇપ વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE











મોરબીમાં પરિણીતાએ આડા સંબંધ રાખવાની ના પાડતા તલવાર-પાઇપ વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગરમાં રહેતી મહિલાએ આડા સંબંધ રાખવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા શખ્સે મહિલાને તલવાર અને પાઇપ વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ઈજા પામેલ મહિલાને પ્રથમ સારવારમાં ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ તેણે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં એક શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવવાની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગરમાં રહેતી પરણીતાને આરોપી સાગર ઉર્ફે ચોટી નવઘણભાઈ મુધવા જાતે ભરવાડ રહે. સનાળા લાયન્સનગર પાસે ગોકુલનગર વાળા સાથે આડા સંબંધ હતા જોકે પરણીતાએ આડા સંબંધ નહીં રાખવા માટે થઈને કહ્યું હતું જેથી કરીને ઉશ્કેરાઈ ગયેલા સાગર ઉર્ફે ચોટી નવઘણભાઈ મુંધવાએ પરણીતા સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ત્યારબાદ તલવાર અને પાઇપ વડે મહિલાને માથા અને પગના ભાગે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઈજા પામેલ મહિલાને સારવારમાં ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ તેણે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૫૦૪, ૫૦૬ (૨) અને જીપીએફ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News