મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીની સરતાનપર ચોકડી પાસે ડબલ સવારી મોપેડને ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા એકનું મોત


SHARE







મોરબીની સરતાનપર ચોકડી પાસે ડબલ સવારી મોપેડને ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા એકનું મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસેથી પસાર થતાં ડબલ સવારી મોપેડને ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લીધું હતું અને મોપેડમાં પાછળના ભાગે બેઠેલ યુવાન નીચે પટકાતા તેના ઉપરથી ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળ્યા હતા જેથી કરીને ટ્રક નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવમાં ઈજા પામેલ યુવાને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટ્રેલરના ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવવાની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસેથી મૂળ યુપીના રહેવાસી અને હાલમાં જુના ઢુવા ગામે દેવાયતસિંહ ઝાલાની ઓરડીમાં ભાડે રહેતા લલ્લુભાઈ મુન્નાભાઈ નિશાદ જાતે કેવટ (ઉંમર ૩૬) અને સોવરન બાબુરામ નિશાદ જાતે કેવટ (ઉંમર ૪૦) ડબલ સવારી મોપેડ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના મોપેડ નંબર જીજે ૩૬ એ ૫૫૧૩ ને ટ્રક ટેલર નંબર આરજે ૯ જીડી ૭૦૩૩ ના ચાલકે હડફેટ લીધું હતું જેથી કરીને મોપેડમાં પાછળના ભાગે બેઠેલા સોવરન બાબુરામ નિશાદ રોડ ઉપર નીચે પડી ગયો હતો અને ત્યારબાદ તેના ઉપરથી ટ્રકના તોતિંગ ટાયર ફરી વળ્યા હતા જેથી તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને અકસ્માતના આ બનાવમાં ઈજા પામેલ લલ્લુભાઈ નિશાદ દ્વારા ટ્રક ટેલરના ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

દેશીદારૂનો આથો

હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે થઈને ઉપયોગમાં લેવામાં આવતો ૬૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે ૧૨૦૦ રૂપિયાની કિંમતનો મુદામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આ આથો ઇલેશભાઈ શંભુભાઈ ડાભી જાતે કોળી રહે. સૂર્યનગર વાળા નો હોવાનું સામે આવતા પોલીસે હાલમાં તેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News