મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં પતિને પ્લાસ્ટિકના પાઇપથી માર મારવાના ગુનામાં પત્નીની ધરપકડ


SHARE











મોરબીમાં પતિને પ્લાસ્ટિકના પાઇપથી માર મારવાના ગુનામાં પત્નીની ધરપકડ

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ભાભા એક્સપોર્ટ હાઉસ પાછળના ભાગમાં આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા યુવાનને તેની પત્નીએ પ્લાસ્ટિકના પાઇપ વડે માર માર્યો હતો જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોતાની પત્ની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી દરમ્યાન પતિને માર મરનારી પત્નીની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ભાભા એક્સપોર્ટ હાઉસની પાછળના ભાગમાં નીલકંઠ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૪૦૩-બી માં રહેતા જનકભાઈ છગનભાઈ મારવાણીયા જાતે પટેલ (૩૭) એ થોડા સમયા પહેલા પોતાની પત્ની મનીષાબેન જનકભાઈ મારવાણીયાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેઓના માતા-પિતા અને ભાઈ પાસે તેની પત્ની તેને જવા દેતી ન હતી અને તેઓને તેના ઘરે આવવા દેતી ન હતી દરમિયાન ફરિયાદી જનકભાઈના નાના ભાઈ નવીનભાઈને તેઓએ બાઈક આપેલ હતું જેથી મનીષાબેને “મને પૂછ્યા વગર કેમ બાઈક આપ્યું” તેવું કહીને ગાળો આપી હતી અને ત્યારબાદ પ્લાસ્ટિકની લાકડી વડે તેને માર માર્યો હતો જેથી ભોગ બનેલા જનકભાઈ મારવાણીયાએ તેની પત્ની મનિષાબેનની સામે ફરિયાદ નોધાવી હતી જેથી એ ડિવિઝન પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આરોપી મહિલા મનીષાબેન ઉર્ફે મનુ જનકભાઈ મારવાણીયા (૩૬) રહે. નીલકંઠ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૪૦૩-બી, ભાભા એક્સપોર્ટ હાઉસની પાછળ વાળા આગોતર જમીન સાથે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને આવતા પોલીસે તેની ધરપકડ કરીને તેની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી કરી હતી






Latest News