મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં પંદર વર્ષનું લગ્ન જીવન તૂટતાં 181 અભયમ ટીમની ટીમે બચાવ્યું


SHARE









મોરબીમાં પંદર વર્ષનું લગ્ન જીવન તૂટતાં 181 અભયમ ટીમની ટીમે બચાવ્યું

મોરબીમાં પીડિતા દ્વારા 181 પર કોલ કરવામાં આવ્યો હતો કે મારાં પતિ સાથે જગડો થતા તેને મારા પર હાથ ઉપાડ્યો હતો આથી હું મારાં પિયર આવી ગઈ છું. છેલ્લા એક અઠવાડિયાથી હું મારાં પિયર છું. મારે શુ કરવું એ સમજાતું નથી માટે મારે 181 ની મદદની જરૂર છે. આથી મોરબી સ્થિત કાઉન્સેલર રસીલાબેન તથા કોન્સ્ટેબલ રંજનબેન અને પાયલોટ દિનેશભાઇ  પીડિતા બેનને લઈને તેના સાસરિયામાં પહોચ્યા હતા અને ત્યાં તેના પતિને સાસુ સસરા સાથે વાતચીત કરી હતી અને વાતચીત કરતા પીડિતા બેને જણાવ્યું કે મારાં લગ્નને પંદર વર્ષ થયા છે. અને મારે ત્રણ બાળકો  છે. પરંતુ મારે મારા પતિ સાથે ઘરના કામકાજ બાબતે વારંવાર જગડો થયા જ કરે છે. આથી હું મારાં પતિ સાથે છુટા છેડા લેવા માંગુ છું.

ત્યારબાદ 181 ટીમે  પીડિતા બેનના પતિ સાથે વાતચીત કરી. વાતચીત કરતા તેને જણાવ્યુ હતું કે હું મારી પત્ની સાથે રહેવા માંગુ છું. પરંતુ  તે મારું કેહવું માનતી નથી. આને લીધે આમરી વચ્ચે જગડાઓ થયા કરે છે. અને હું ક્યારેક હાથ પણ ઉપાડું છું. આથી પીડિતાના પતિને સમજાવ્યા કે પત્ની પર હાથ ઉપડવો એ ધરેલું હિંસા કહેવાય અને કાનૂની અપરાધ છે. આ ઉપરાંત તેને સમજાવ્યા કે કોઈ પણ વાત નું સમાધાન વાતચીતથી થઈ શકે છે. ત્યારબાદ પીડિતા બહેન અને તેના પતિનું કાઉન્સિલિંગ કરી તેમના બાળકોના ભવિષ્ય વિશે વિચાર કરવા સમજણ અપાઈ અને અંતમાં તેઓ બન્ને વચ્ચે સમાધાનકારી નિરાકરણ લાવવામાં સફળતા મળેલ અને પીડિતા બહેન તેના સાસરિયામાં રહેવા  તૈયાર  થયા છે આમ,કુશળ  કાઉન્સેલિંગ અને સમજાવટ દ્વારા સ્થળ પર જ સમાધાનકારી નિરાકરણ લાવી લગ્ન જીવન તૂટતાં બચાવવામાં સફળતા મળેલ છે




Latest News