મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા લાઇન્સનગરમાં ઘોડો છૂટો રખડતો હતો જેથી કરીને ઘોડાના માલિકના ભાઈને તે ઘોડાને લઈ જવા માટે કહ્યું હતું જે સારું નથી લાગતા ચાર શખ્સો દ્વારા યુવાનને ઘરે આવીને જેમ ફાવે તેમ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જે ગુનામાં પોલીસે હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સનાળા બાઇપાસ રોડ ઉપર આવેલા લાઇન્સનગર શેરી નં-૧ ની અંદર રહેતા દિનેશભાઈ મંગાભાઈ શિયાળ જાતે ભરવાડ (૩૬)એ જે તે સમયે નવઘણભાઈ મોહનભાઈ ભરવાડ, પોપટભાઈ ઉર્ફે પી.કે. કેશવભાઈ મેર, વિપુલભાઈ ધારાભાઈ રબારી અને ભરતભાઈ ભીમશીભાઇ આંબલીયાની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, નવઘણભાઈ મોહનભાઈ ભરવાડનો ઘોડો શેરીમાં છૂટો રખડતો હતો જેથી શેરીમાં ચાલતા જતા માણસોને હેરાન થવું પડતું હતું માટે નવઘણભાઈ ભરવાડના નાના ભાઇ મનોજને ઘોડો લઈ જવા માટે થઈને કહ્યું હતું જેથી ઉશ્કેરાયેલા ચારેય શખ્સો તેના ઘરે આવ્યા હતા અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પહેલા નવઘણ મોહનભાઈ બાંભવા અને વિપુલ ધારાભાઈ રબારી નામના બે શખ્સની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે ભારત ભીમશી આંબલીયા જાતે આહીર (૨૯) રહે, ખજૂરીયા જમખાંભળીયા વાળાની ધરપકડ કરી હતી અને આ ગુનામાં હજુ એક આરોપીને પકડવાનો બાકી છે તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે 




Latest News