મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

ટંકારાનાં હરબટીયાળી ગામ પાસે લકઝરીના ચાલકે બાઇકને હડફેટે લેતા વૃદ્ધનું મોત


SHARE











ટંકારાનાં હરબટીયાળી ગામ પાસે લકઝરીના ચાલકે બાઇકને હડફેટે લેતા વૃદ્ધનું મોત

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ટંકારા તાલુકાનાં હરબટીયાળી ગામના પાટીયા પાસે લકઝરી ટ્રાવેલ્સ બસના ચાલકે બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીનેબાઈક ચલાવતા વૃદ્ધને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું જેથી મૃતકના દીકરાએ હાલમાં ટંકારા તાલુકા પોલીસે સ્ટેશન ખાતે બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટ ગાંધી સ્મૃતી સોસાયટી પેડક રોડ ઉપર રહેતા કલ્પેશભાઇ લવજીભાઇ ગઢીયા જાતે.પટેલ (૩૨) એ હાલમાં લકઝરી બસ રજી નં એઆર ૦૧ ટી ૮૯૬૯ ના ચાલક ઘમંડારામ ગોમારામ ગોડારા જાતે જાટ (૩૦) રહે. ખુડલા તાલુકો સેંધરી જીલ્લો બાડમેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેમોરબી રાજકોટ હાઇવે હરબટીયાળીના પાટીયા પાસે લકઝરી ટ્રાવેલ્સ બસના ચાલકે પોતાના હવાલા વાળી ગફલત ભરી રીતે ચલાવી હતી અને ફરિયાદી યુવાનના પિતા લવજીભાઇ ભીમજીભાઇ ગઢીયા (૫૮) બાઇક નંબર જીજે ૩ જેએસ ૭૭૮૯ લઇને જતા હતા તેને ઠોકરી મારી અકસ્માત કરી કપાળ, મોઢા, કમર, પેટ તથા ડાબા હાથે કોણીના ભાગે તથા ડાબા પગની એડીના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડી મોત નીપજવ્યું હતું જેથી કરીને પોલીસે હાલમાં ઇ.પી.કો કલમ ૨૭૯, ૩૦૪ (અ) એમ.વી. એકટ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે 






Latest News