વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

માળીયા (મી)માં વેચાતી આપેલ ક્ળબના બાકી રહેલા રૂપિયાની માંગણી કરતાં વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી


SHARE









માળીયા (મી)માં વેચાતી આપેલ ક્ળબના બાકી રહેલા રૂપિયાની માંગણી કરતાં વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી

માળીયા મીયાણાના વીર વિદરકા ગામે આવેલ માતાજીના મંદિર પાસે અગાઉ વેચેલ કળબના પૈસાની વૃદ્ધે માંગણી કરી હતી જેથી કરીને ઉશ્કેરાઈ ગયેલા શખ્સ દ્વારા તેઓને ગાળો આપવામાં આવી હતી અને ત્યારબાદ બે શખ્સોએ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેણે હાલમાં માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના પંચવટી (ખીરઈ) ગામના રહેવાસી ભુદરભાઈ કાનજીભાઈ સુરાણી જાતે પટેલ (ઉંમર ૬૦) એ હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજુભાઈ મલાભાઇ ભરવાડ તથા ઘોઘાભાઈ મલાભાઇ ભરવાડ રહે બંને વીરવિદરકા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓએ અગાઉ રાજુભાઈ ભરવાડને વેચાતી કળબ આપી હતી જેના પૈસા લેવાના બાકી હોય પૈસાની માંગણી તેઓએ કરી હતી જે રાજુભાઈ ભરવાડને સારું નહીં લાગતા રાજુભાઈ ભરવાડ તથા ઘોઘાભાઈ ભરવાડ દ્વારા તેને ગાળો આપવામાં આવી હતી જેથી કરીને ભુદરભાઈએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા રાજુભાઈ ભરવાડે તેના હાથમાં પહેરેલ કળું ફરિયાદી વૃદ્ધને માથામાં માર્યું હતું અને ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ ભૂદરભાઈ કાનજીભાઈ સુરાણીએ રાજુભાઈ ભરવાડ અને ઘોઘાભાઈ ભરવાડ સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News