ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના કોઠારીયા પાસે ઓવરટેક કરવા જતાં ઇકો કારના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત


SHARE







વાંકાનેરના કોઠારીયા પાસે ઓવરટેક કરવા જતાં ઇકો કારના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ પાસેથી પસાર થતા બાઈકનો ઓવરટેક કરવા જતા ઈકો કારના ચાલકે બાઇકને પાછળથી ઠોકર મારી હતી જેથી બાઈ સવાર યુવાનને અકસ્માતના આ બનાવવામાં માથામાં ગંભીર થયો હોવાથી રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું હાલમાં મૃતક યુવાનના ભાઈએ અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી ઇકો ગાડી લઈને નાસી છૂટેલા વાહન ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે 

બનાવવાની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેતા રમેશભાઈ સવજીભાઈ સારલા જાતે કોળી (ઉમર ૫૦) એ હાલમાં કોઠારીયા ગામે રહેતા ભાવેશભાઈ રમેશભાઈ કોળીની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગત તા. ૩૦/૯ ના  સાંજના સાડા સાત થી આઠ વાગ્યાના અરસામાં તેનો ભાઈ ભીમજીભાઈ સવજીભાઈ સારલા (ઉંમર ૪૫) તેનું બાઇક નંબર જીજે ૩૬ એઇ ૦૭૭૮ લઈને કોઠારીયા ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકનો ઓવરટેક કરવા જતાં ઇકો કાર નંબર જીજે ૩૬ એસી ૬૦૯૧ ના ચાલક ભાવેશભાઈ રમેશભાઈ કોળીએ બાઈકને પાછળથી ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ભીમજીભાઈ સવજીભાઈ સારલાને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજ્યું હતું આ બનાવવામાં મૃતકના ભાઈ રમેશભાઈ સારલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી જે તે સમયે નાસી છૂટેલા ઇકો કારના ચાલકને પકડવા માટે તજવી શરૂ કરી છે






Latest News