મુંબઈમાં યોજાયેલો કરાટે ચેમ્પિયનશિપમાં મોરબીના ધ્રુવ કુંડારીયાએ મેળવ્યા બે ગોલ્ડ મેડલ
મોરબીની વિશ્વકર્મા અને ગોકુળ મથુરા સોસાયટીમાં માતાજીની શોભાયાત્રા-મહાઆરતી યોજાઇ
SHARE
મોરબીની વિશ્વકર્મા અને ગોકુળ મથુરા સોસાયટીમાં માતાજીની શોભાયાત્રા-મહાઆરતી યોજાઇ
નવલી નવરાત્રીની મહા આઠમના પાવન દિવસે રવાપર રોડ પર આવેલ વિશ્વકર્મા સોસાયટીમાં અંબે માતાજીની શોભાયાત્રાનું વિશ્વકર્મા સોસાયટીની યુવા ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પ્રમુખ એ.કે. ઠોરીયા, તરુણભાઈ પેથાપરા, સંજયભાઈ રાજા, હિરેન લખતરીયા, વિશાલ લખતરીયા, તુલશીબાપા, ગટોરભાઈ, ભોરણીયાભાઈ, સતીષભાઈ, દામજીભાઈ, લેંચીયા વિનુભાઈ, મહેશભાઈ તથા સોસાયટીના ભાઈઓ, બહેનો તથા બાળકો હાજર રહ્યા હતા અને માતાજીનું પુજન અર્ચના કરીને માતાજીના આશિર્વાદ મેળવ્યા હતા મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ ગોકુળ મથુરા સોસાયટીમાં ગોકુળ મથુરા ઉત્સવ સમિતિ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું અને આઠમના દિવસે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું









