મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે કારખાનાના લેબર ક્વાર્ટરમાં યુવાને અંતિમ પગલુ ભર્યુ


SHARE









મોરબીના લખધીરપુર રોડે કારખાનાના લેબર ક્વાર્ટરમાં યુવાને અંતિમ પગલુ ભર્યુ

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કેવલ મિનરલના લેબર ક્વાર્ટરમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કેવલ મિનરલ નામના કારખાનાના લેબર ક્વોટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો રાહુલ મેઘાભાઈ મુનિયા (ઉંમર ૨૪) નામનો યુવાન તેના લેબર ક્વાર્ટરમાં હતો ત્યારે કોઈ કારણોસર તેણે પોતાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક રાહુલ મુનિયાના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં આપઘાતના આ બનાવની આગળની તપાસ એ.એસ.આઇ. જે.પી. કણસાગરા ચલાવી રહ્યા છે

હાર્ટ એટેકથી મોત

મૂળ ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામના રહેવાસી અને હાલમાં પાડાપુલ નીચે ઝૂંપડામાં રહેતા ગૌરીબેન ભરતભાઈ જખાણીયા (ઉંમર ૩૫) પોતાના ઝૂપડામાં રાત્રે સુઈ ગયા હતા ત્યારબાદ બીજા દિવસે સવારે જગાડવા છતાં નહીં જાગતા તેનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયું હોય તેના મૃતદેહને પીએમ માટે તેના પતિ ભરતભાઈ અબાભાઈ જખાણીયા (ઉંમર ૩૭) મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News