મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને જમીન ચકાસણી અંગે માર્ગદર્શન અપાયુ
હળવદના પટેલ ચેમ્બર્સમાં મેડિકલ સ્ટોરવાળાઓ એક્સપાયર ડેડની દવા ફેંકી દેતા અન્ય વેપારીઓમાં રોષ
SHARE
હળવદના પટેલ ચેમ્બર્સમાં મેડિકલ સ્ટોરવાળાઓ એક્સપાયર ડેડની દવા ફેંકી દેતા અન્ય વેપારીઓમાં રોષ
હરેશભાઈ પરમાર દ્વારા, હળવદના સરાના નાકાં નજીક આવેલ પટેલ ચેમ્બરમાં કોઈ અજાણ્યા મેડિકલ સ્ટોરવાળા એક્સપાડે ડેટ થઈ ગયેલી દવાઓ ફેંકી જાય છે જેથી ત્યાના વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠયો હતો અને પાલિકા તંત્ર દ્વારા આ મુદે યોગ્ય કાર્યવાહી કરવાં આવે તેવી વેપારીઓની માંગ છે.
હળવદ ના મેડિકલ સ્ટોર્સ વાર વિવાદમા આવ્યા હતા મેડિકલ સ્ટોરવાળા જ્યાં ત્યાં એક્સપાયર ડેડની દવાઓ ફેંકી દેવાનો બનાવ બન્યો છે ત્યારે હળવદના બસ સ્ટેશન રોડના નાકે પાસે આવેલ પટેલ ચેમ્બરમાં ઉપલા માળે પાછળ કોઈ અજાણ્યા મેડિકલ સ્ટોરવાળા એક્સપાયર ડેડની અને દવાનો જથ્થો ફેંકી દેતા વેપારીઓમાં રોષ ભભૂકયો હતો ત્યારે એક્સપાયર ડેડની દવા નાખતા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હોય તેવો ઘાટ સર્જાયો છે ત્યારે આવા મેડિકલ સ્ટોર સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી પાલિકા તંત્ર દ્વારા પાસે માંગ વેપારીઓ કરેલ હતી.